- રાજધાનીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે યોજી બેઠક
- લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, CM અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સહિતના અધિકારીઓ રહ્યા હાજર
- બેઠક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું
નવી દિલ્હી : રાજધાનીમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ, CM અરવિંદ કેજરીવાલ અને આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈન સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.
ગૃહ મંત્રાલય ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને રવિવારે ગૃહ મંત્રાલય ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં તમામ એજન્સીઓ અને તમામ સરકારો સાથે મળીને કામ કરે તે જરૂરી છે. હું કેન્દ્ર સરકાર અને ગૃહ પ્રધાનનો આભાર માનું છું કે, તેમને આ બેઠક યોજી છે. આ સાથે જ CM કેજરીવાલે જણાવ્યું કે, આ બેઠકમાં પ્રદૂષણ અંગે કોઈ ચર્ચા કરાઇ નથી.
કેન્દ્રએ પથારીની સંખ્યા વધારવાની ખાતરી આપી
હાલ દિલ્હી સરકાર સામે સૌથી મોટી સમસ્યા ICU પથારીનો સામનો કરી રહી છે. કોવિડ પથારી હજૂ સારી સંખ્યામાં છે, પરંતુ ICU પલંગની ખૂબ જ જરૂર છે. કેન્દ્ર સરકારે રવિવારે ખાતરી આપી છે કે, DRDO સેન્ટરમાં આગામી 2 દિવસમાં 500 ICU બેડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ આગામી દિવસોમાં 250 વધુ પલંગ વધારવામાં આવશે.