નવી દિલ્હીઃ મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે એક મોટી જાહેરતા કરતાં કહ્યું હતું કે, દિલ્હી કેબિનેટે આજે નિર્ણય લીધો છે કે, ડીઝલ પર વેટમાં 30 ટકાનો ઘટીને 16.75 ટકા કરાશે. જેથી દિલ્હીમાં ડીઝલના ભાવમાં પ્રતિલિટર 8.36 રૂપિયાનો ઘટાડો થશે. સાથે જ 82 રૂપિયા પ્રતિ લિટરવાળા ડીઝલ 73.64 રૂપિયા થશે.
કેજરીવાલ સરકારની મોટી જાહેરાત, દિલ્હીમાં 8.36 રૂપિયાનો ડીઝલમાં કરાયો ઘટાડો - દિલ્હીમાં ડીઝલના ભાવમાં ઘટાડો
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. રાજધાનીમાં વધી રહેલા કોરોના સંક્રમમને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે.
કેજરીવાલ
કેજરીવાલે આ અંગે કહ્યું હતું કે, દિલ્હીમાં 2-3 દિવસ પહેલા લોન્ચ કરીલે જોબ પોર્ટલમાં અત્યાર સુધી 7,577 કંપનીઓને રજીસ્ટર કરી છે અને 2,04,785 નોકરીઓની જાહેરાત અપાઈ છે.