નવી દિલ્હીઃ કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે હૉસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે. છેલ્લા કેટલાંક દિવસોમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં લોકોને હૉસ્પિટલમાં બેડ મળતા ન હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેથી તમામ બાબતોનું ધ્યાન રાખીને મુખ્યપ્રધાન કેજરીવાલે હૉસ્પિટલોમાં બેડની ઉપલબ્ઘતા વિશેની જાણકારી આપતી એક એપ્લિકેશન લોન્ચ કરી છે.
4100 બેડ ખાલી…
આ એપ લોન્ચ કરતી વખતે મુખ્યપ્રધાન કહ્યું હતું કે, મારી પાસે એવી માહિતી આવી રહી હતી કે, હૉસ્પિટલમાં દર્દીઓની સરખાણીએ બેડની સેવા ઉપલબ્ધ નથી. આજે દિલ્હીમાં 6731 બેડ છે, જ્યારે 2631 દર્દી છે. એટલે કે, આજે 4100 બેડ ખાલી છે. આમ, હૉસ્પિટલમાં બેડની સેવાની ચોક્કસ જાણકારી લોકો સુધી પહોંચાડવા માટે આ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.
બે વખત થશે અપડેટ