નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની તબીયત ખરાબ થઇ છે. અરવિંદ કેજરીવાલે તાવ અને ગળુ ખરાબ હોવાની ફરીયાદ કરી છે. જેના પગલે આવતીકાલે તેમનો કોરોના ટેસ્ટ કરાવામાં આવશે.
તબિયત ખરાબ થતાં કેજરીવાલ આઈસોલેટ થયા, આવતીકાલે કરાવશે કોરોના ટેસ્ટ - CM Kejriwal has fever and sore throat
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની તબીયત ખરાબ થઇ છે. અરવિંદ કેજરીવાલે તાવ અને ગળુ ખરાબ હોવાની ફરીયાદ કરી છે. જેના પગલે આવતીકાલે તેમનો કોરોના ટેસ્ટ કરાવામાં આવશે.
![તબિયત ખરાબ થતાં કેજરીવાલ આઈસોલેટ થયા, આવતીકાલે કરાવશે કોરોના ટેસ્ટ મુખ્ય પ્રધાન કેજરીવાલને ગળામાં ખરાબી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7525838-897-7525838-1591602370713.jpg)
મુખ્ય પ્રધાન કેજરીવાલને ગળામાં ખરાબી
રાજધાની દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલે ગતરોજ તાવ અને ગળામાં ખરાબી હોવાની ફરીયાદ કરી હતી. જેને ધ્યાને લેતા મુખ્ય પ્રધાને આવતીકાલે બપોર બાદની તમામ બેઠક રદ કરી છે. મુખ્ય પ્રધાન કચેરી પાસેથી મળતી માહિતી મુજબ સીએમ કેજરીવાલ પોતાને ઘરમાં જ આઇસોલેટ કરી લીધા છે.
ઉલ્લેખનિય છે કે રવિવારે સીએમ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા અને અનલોક-1 અને દિલ્હીમાં ઇલાજ સંબંધિત જાણકારી આપી હતી.