ગુજરાત

gujarat

ETV Bharat / bharat

કોરોનાનો ભયઃ ઝારખંડના CM હેમંત સોરેન થયા ક્વોરન્ટાઇન - CM હેમંત સોરેન હોમ ક્વોરન્ટાઇન

સમગ્ર દેશમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન હોમ ક્વોરન્ટાઇન થયા છે. સાવચેતીના ભાગરુપે આ પગલું ભરવામાં આવ્યું છે.

Hemant Soren
Hemant Soren

By

Published : Jul 8, 2020, 12:47 PM IST

રાંચીઃ પ્રદેશમાં વધતા જતાં કોરોનાના સંક્રમણની વચ્ચે એક પ્રધાન અને સત્તારુઢ દળના ધારાસભ્યના સંક્રમિત થયા બાદ મુખ્ય પ્રધાન હેમંત સોરેન પણ હવે હોમ ક્વોરન્ટાઇન થયા છે. આધિકારીક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સાવચેતીના ભાગ રુપે આ પગલું ભરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ મુખ્ય પ્રધાન હેમંત સોરેનને પણ કોવિડ 19ની તપાસ કરવામાં આવશે.

જો કે, પ્રધાન મિથિલેશ ઠાકુર અને ઝામુમો ધારાસભ્ય મથુરા મહતોની સાથે મુખ્ય પ્રધાનની થોડા દિવસો પહેલા મુલાકાત થઇ હતી. જેને ધ્યાને રાખીને સાવચેતીના ભાગ રુપે મુખ્ય પ્રધાન હેમંત સોરેન હોમ ક્વોરન્ટાઇન થયા છે.

ABOUT THE AUTHOR

...view details