ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ઝારખંડના CM હેમંત સોરેનને મળી જાનથી મારી નાખવાની ધમકી - હેમંત સોરેન

ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ઇમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જર્મન અને સ્વીટર્ઝરલેન્ડ સર્વર દ્વારા હેમંત સોરેનને ડિસ્પોઝેબલ મેલના માધ્યમથી ધમકી આપવામાં આવી છે.

cm hemant soren got threat of capital punishment through mail
cm hemant soren got threat of capital punishment through mail

By

Published : Jul 17, 2020, 12:21 PM IST

રાંચીઃ ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેનને ઇમેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી મળી છે. જર્મન અને સ્વીટર્ઝરલેન્ડ સર્વર દ્વારા હેમંત સોરેનને ડિસ્પોઝેબલ મેલના માધ્યમથી ધમકી આપવામાં આવી છે. મેલ મોકલનારા વ્યક્તિએ હેમંત સોરેનને જાનથી મારી નાખવાની ધમકી આપતા લખ્યું કે, સીએમ જે પણ થઇ રહ્યું છે, તે સારું થઇ રહ્યું નથી.

કેપિટલ પનિશમેન્ટ આપવાની ધમકી

સીઆઇડીના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સીએમ હેમંત સોરેનને જે મેલ મોકલવામાં આવ્યો છે, તે ડિસ્પોઝેબલ છે. તેને માત્ર મોકલનારો અને સીએમ જ જોઇ શકે છે. ધમકી આપનારા વ્યક્તિએ લખ્યું કે, મુખ્ય પ્રધાન તમે ખોટું કહી રહ્યા છો અને આ ગુના માટે તમને કેપિટલ પનિશમેન્ટ એટલે કે, સજા એ મોત આપવામાં આવશે. મેલ દ્વારા અમુક ધાર્મિક નારા પણ લખવામાં આવ્યા છે.

તપાસમાં જોડાઇ સાઇબર અને સીઆઇડીની ટીમ

સીએમને ધમકી મળ્યા બાદ આરોપીની ધરપકડ માટે સાઇબર પોલીસ પ્રભારીના નેતૃત્વમાં એક તપાસ ટીમનું ગઠન કરવામાં આવ્યું છે. સાઇબર પોલીસ, ટેક્નિકલ સેલ અને સીઆઇડી ત્રણેય મળીને આ કેસમાં કામ કરી રહી છે, જેથી આરોપીની ધરપકડ કરી શકાય.

ABOUT THE AUTHOR

...view details