ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજકોટ બાળકોના મૃત્યુ મામલે રાજસ્થાન CMનું નિવેદન, સંવેદનશીલ મુદ્દા પર રાજકારણ ન કરવું જોઈએ - child death in gujarat

મુંબઈ/જયપુર: કોટાની જે કે, લોન હોસ્પિટલમાં 110 બાળકોના મૃત્યુ પર રાજસ્થાનમાં વિપક્ષ સતત કોંગ્રેસની ગહેલોત સરકાર પર પ્રહાર કરી રહી છે. જેનો વળતો જવાબ આપતા મુખ્યપ્રધાન ગહેલોતે કહ્યું કે, બાળકોનું મૃત્યુ સંવેદનશીલ મુદ્દો છે. તેની પર રાજકારણ ન થવું જોઈએ. તેમણે ગુજરાતના રાજકોટની ઘટનાને પણ આ સંદર્ભે જોડી હતી.

CM
રાજકોટ

By

Published : Jan 5, 2020, 8:54 PM IST

રાજસ્થાનના કોટાની હોસ્પિટલમાં બાળકોના મોત પર વિપક્ષ કોંગ્રેસ સરકારને આડે હાથ લઈ રહી છે. ત્યારે મુખ્યપ્રધાને રવિવારે મુંબઈના પ્રવાસ દરમિયાન કહ્યું કે, વિપક્ષ આ મુદ્દે રાજકારણ કરી રહ્યું છે. આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

તેમણે ઉમેર્યુ કે, આ મુદ્દે સંવેદનશીલતા સાથે વાત કરવી જોઈએ. હું વારંવાર કહીશ કે, આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ. કોઈ એક પણ નવજાતનું મૃત્યુ કેમ થાય, કોઈ એક માં પણ કેમ જીવ ગુમાવે? આઈ.એમ.આર. અને એમ.એમ.આર. (માતા મૃત્યુદર અને બાળમૃત્યુ દર) સમગ્ર દેશનો મુદ્દો છે. કેન્દ્ર સરકાર પણ મોનિટરીંગ કરે છે. રાષ્ટ્રીય આરોગ્ય કમિશન બનાવેલું છે. હું ઘણાં સમયથી આ અંગે પ્રયત્ન કરી રહ્યો છું.

ગુજરાતમાં તો મુખ્ય પ્રધાનના જિલ્લામાં જ બાળકોના મૃત્યુ
રાજસ્થાન CM અશોક ગહેલોતે કહ્યું કે, આજે એવા સમાચાર સામે આવ્યા કે, ગુજરાતાન રાજકોટ જિલ્લામાંથી જે મુખ્ય પ્રધાનનો જિલ્લો છે, ત્યાં 135 બાળકોનું મૃત્યુ થયા છે. દુઃખદ છે. આ મુદ્દે રાજકારણ ન થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details