ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગપુર વેસ્ટ બેઠક પરથી દેવેન્દ્ર ફડણવીસે ઉમેદવારી નોંધાવી - maharashtra election latest news

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કેન્દ્રીયપ્રધાન નિતિન ગડકરીની હાજરીમાં પોતાનું ફોર્મ ભર્યું હતું.

fadnavis

By

Published : Oct 4, 2019, 11:27 AM IST

Updated : Oct 4, 2019, 12:38 PM IST

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં પોતાના નિવાસસ્થાને કેન્દ્રીયપ્રધાન નિતિન ગડકરી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દેવેન્દ્ર ફડણવીસના રોડ શો કર્યો હતો.

ફડણવીસ નાગપુરની સાઉથ વેસ્ટ બેઠક ઉપરથી ફોર્મ ભર્યું. દેવેન્દ્ર ફડણવીસ ફોર્મ ભરતા પહેલા રોડ શો કર્યો હતો. આ રોડ શોમાં રાજ્યના ઘણા નેતાઓ શામેલ થયા હતા.

આ પણ વાંચો...મહારાષ્ટ્ર ચૂંટણી: ભાજપે 7 ઉમેદવારોની યાદી જાહેર કરી

દેવેન્દ્ર ફડણવીસના ઉમેદવારી પત્ર ભરાયા પછી પત્રકાર પરિષદ યોજાઈ તેવી શક્યતા છે.

ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદાન માટે બે અઠવાડીયાથી પણ ઓછો સમય રહ્યો છે. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થશે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.

Last Updated : Oct 4, 2019, 12:38 PM IST

ABOUT THE AUTHOR

...view details