મહારાષ્ટ્ર ચૂંટણી: 'મુંબઈ ચાલલી બીજેપી સોબત' કાર્યક્રમમાં CM ફડનવીસ ભાગ લીધો - CM Devendra fadnavis
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં હવે એક એઠવાડીયા જેટલો સમય બાકી છે. 21 ઓક્ટોબરે મહારાષ્ટ્ર ચૂંટણી માટે મતદાન થશે. રાજકીય પાર્ટીઓનો જોર-શોરથી પ્રચાર પડધમ જોરશોરથી ચાલી રહ્યાં છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસે ભાજપના મહાસંપર્ક અભિયાનની શરુઆત મરીન ડ્રાઈવથી કરી છે.
CM Devendra Fadnavis
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મરીન ડ્રાઈવ પર 'મુંબઈ ચાલલી બીજેપી સોબત' કાર્યક્રમમાં ભાગ લીધો. જેના અર્થ છે કે, મુંબઈમાં ભાજપનો સાથ. જણાવી દઈએ કે, ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી છે. જેનું પરિણામ 24 ઓક્ટોબરે આવશે. ભાજપ-શિવસેના ગઠબંધન અને કોંગ્રેસ-રાષ્ટ્રવાદી કોંગ્રેસ સામ-સામે છે.