છત્તીસગઢ (રાયપુર): સર્વ યાદવ મહાસંધના પ્રતિનિધિમંડળે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિ મંડળે મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલના ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધનની સાથે નરવા, ગરુવા, ધુરવા, બારી કાર્યક્રમમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે 'ગૌરત્ન સમ્માન'થી નવાજવામાં આવ્યા છે. સર્વ યાદવ સમાજે 'ગોધન ન્યાય યોજન' દ્વારા છાણની ખરીદી કરવાના અદભૂતપૂર્વ નિર્ણય પર મુખ્યપ્રધાનને સન્માનિત કરતા પારંપારિક ટોપી પહેરાવી કૌડીથી બનેલા જેકેટની સાથે યાદવી ડંડાની પણ ભેટ આપી હતી.
મુખ્યપ્રધાન ભૂપેશ બઘેલે યાદવ સમાજને કહ્યું કે, આ યોજનાથી માત્ર ગ્રામીણ અર્થવ્યવસ્થાને બળ મળશે નહી, પરંતુ પશુધનના સંરક્ષણ અને સંવર્ધનની યોગ્ય વ્યવસ્થા થશે, આ સાથે ખુલ્લા મેદાનમાં પશુઓને ચરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. રખડતા પશુઓના કારણે ટ્રાફિક અવરોધો અને માર્ગ અક્સમાતની ઘટનાઓ પણ ઓછા થશે અને દૂધ ઉત્પાદન પણ વધશે.