ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનના ચિત્તૌડગઢમાં સર્જાયો ગમ્ખ્વાર અક્સ્માતમાં 7ના મોત - Rajasthan latest Hindi news

ચિત્તૌડગઢમાં ઉદયપુર-નિમ્બાહેડા હાઈવે પર ટ્રેલર અને ક્રૂઝર ગાડી વચ્ચે ગમ્ખ્વાર અક્સ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં 7 લોકોના મોત થયા છે.આ ગમ્ખ્વાર અક્સ્માતને લઈ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું હતુ.

રાજસ્થાનના ચિત્તૌડગઢમાં સર્જાયો ગમ્ખ્વાર અક્સ્માતમાં
રાજસ્થાનના ચિત્તૌડગઢમાં સર્જાયો ગમ્ખ્વાર અક્સ્માતમાં

By

Published : Dec 13, 2020, 8:09 AM IST

ચિત્તોડગઢમાં સર્જાયો ગંભીર અકસ્માત

વડાપ્રધાન મોદીએ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું

ગમ્ખ્વાર અક્સ્માતમાં 7ના મોત જ્યારે અનેક લોકો ઘાયલ


રાજસ્થાન : ચિત્તૌડગઢ જિલ્લાના નિકુંભના ઉદયપુર-નિમ્બાહેડા હાઈવે પર શનિવાર રાત્રે ગંભીર અક્સ્માત સર્જાયો હતો.જેમાં 7 લોકોના મોત થયા છે. ઓવરટેક કરવા જઈ રહેલ ટ્રેલર ક્રઝૂર ગાડીની ઝપેટમાં આવતા અક્સ્માત સર્જાયો હતો. ગાડીમાં ફસાયેલા લોકોને જેસીબી દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.

પૂરપાટ આવી રહેલા ટ્રેલરે ક્રઝૂર ગાડીને ઝપેટમાં લેતા ક્રઝૂર ગાડી ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી.સમગ્ર ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે કૂઝરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી શરુ કરી હતી. જેના માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, વાહન મધ્યપ્રદેશનું હતુ. તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતા. આ ગંભીર અક્સ્માતમાં ઘાયલ લોકોમાંથી કોઈ પણ વ્યક્તિ હાલ કાંઈ બોલવાની હાલતમાં નથી.

વડાપ્રધાન મોદીએ રાજસ્થાનના ચિત્તૌડગઢમાં સર્જાયેલા ગમ્ખ્વાર અક્સ્માત પર ટ્વિટ કરી દુઃખ વ્યક્ત કર્યું હતુ.તેમજ રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગહેલોત અને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતુ

આ પણ વાંચો :

ABOUT THE AUTHOR

...view details