ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચાલતી બસમાં ડ્રાઈવરની તબિયત લથડી, મૃત્યુ પહેલા 27 યાત્રિકોના જીવ બચાવ્યા - Surat

ઉત્તરકાશીઃ ભટવાડીમાં ડ્રાઈવરની સમજણના કારણે અકસ્માતની મોટી ઘટના ઘટતા રહી ગઇ હતી. ભટવાડીમાં ગંગોત્રી ધામમાં 27 યાત્રિઓની એક બસમાં ડ્રાઈવરની અચાનક તબિયત ખરાબ થઈ હતી. તબિયત ખરાબ હોવા છતાં કોઈ પણ રીતે ડ્રાઈવરે બસને સાઈડમાં પાર્કિંગ કરીને બેભાન થઈ ગયો છે. ઘટના સ્થળ પર હાજર લોકોએ બેભાન ડ્રાઈવરને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ ડ્રાઈવરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે મૃત્યુ પામેલ ડ્રાઈવરના પરિવારને માહિતી આપ્યા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

uttarkashi

By

Published : May 15, 2019, 2:54 PM IST

મળતી માહિતી મુજબ, મંગળવારે એક પ્રાઈવેટ બસ ગંગોત્રીતી 27 યાત્રિઓને લઈને ઉત્તરકાશી તરફ જતી હતી. ત્યારે ભટવાડી બજારમાં ચાલતી બસમાં ડ્રાઈવરની તબિયત ખરાબ થઈ હતી. હાજર લોકો મુજબ જ્યારે બસ ડ્રાઈવરની તબિયત ખરાબ થઈ ત્યારે તેમણે કોઈ પણ રીતે બસને સાઈડમાં પાર્કિંગ કરી હતી. બસને સાઈડમાં પાર્કિંગ કર્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. ઘટનાસ્થળ પર હાજર ભટવાડી બજારના વેપારીઓએ બેભાન ડ્રાઈવરને બસમાંથી બહાર કાઢી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો હતો.

મૃત્યુ પહેલા સુરતના 27 યાત્રિઓને બચાવ્યા

આ બસમાં સૂરતના 27 યાત્રીઓ સફર કરી રહ્યા હતા. બધા યાત્રીઓ સુરક્ષિત છે. આપત્તિ વ્યવસ્થાપન અધિકારી દેવન્દ્ર પટવાલે જણાવ્યું કે, બસ ડ્રાઈવરનું નામ ભરતસિંહ પવાર હતું. જે વનખંડૂ ઋષિકેશનો રહેવાસી હતો. યાત્રિઓની બસને બીજા ડ્રાઈવર દ્વારા ઉત્તરકાશી પહોંચાડવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details