ઉત્તરાખંડમાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે, નદીઓના પાણીના સ્તર પણ ખૂબ વધી રહ્યા છે. જેના કારણે એક ડઝનથી વધુ ગામોમાં પૂરનો માહોલ સર્જાયો છે. ઉપરાંત ઉત્તરકાશીના મોરી તહસીલમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે,જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહત અને બચાવ કામગીરી હાલ ચાલું છે.
ઉત્તરકાશીમાં વાદળ ફાટ્યું, 10ના મોત
ઉત્તરકાશી: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અવિરત વરસાદ થઇ રહ્યો છે, ત્યારે રવિવારે અચાનક વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જેમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે 7 લોકો હજુ પણ લાપતા છે. હાલ, રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે.
hjh
આ ઉપરાંત અનેક સ્થળોએ ભૂસ્ખલનની ઘટના પણ સામે આવી છે. જેના કારણે રસ્તાઓ બ્લોક થઇ ગયા છે અને બચાવ કાર્યની ટીમને પહોંચવામાં મુશ્કેલીઓ થઇ રહી છે.
Last Updated : Aug 19, 2019, 1:57 PM IST