ન્યૂઝ ડેસ્ક: સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા સાથે ઑકલેન્ડથી વાતચીત કરતાં ભારતીય ઉચ્ચાયુક્તે જણાવ્યું કે, કેવી રીતે ન્યૂઝીલેન્ડે નાગરિકોને આગોતરી માહિતી આપી અને શિક્ષિત કર્યા છે. આ સાથે જ આગોતરાં પગલાં પણ લીધા છે. દેશમાં હવે આંતરિક પ્રવાસ માટેના બધા પ્રતિબંધો હટાવી લેવાયા છે અને આર્થિક પ્રવૃત્તિઓ ધમધમતી થઈ ગઈ છે. માત્ર સરહદો હજૂ નથી ખોલવામાં આવી અને માત્ર ઓસ્ટ્રેલિયા અને નજીકના નાના પેસિફિક ટાપુઓ સુધીની જ હવાઇ સેવા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
ઉચ્ચાયુક્ત પરદેશીના જણાવ્યા અનુસાર કદાચ ન્યૂઝીલેન્ડે એક માત્ર એવો દેશ હશે કે, જે કોવિડ-19 પહેલાંની રાબેતા મુજબની સ્થિતિ પ્રમાણે જ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવશે. ચીન સાથે ન્યૂઝીલેન્ડેનો મોટો વેપાર છે. તે અંગે વાતચીત કરતાં પરદેશીએ જણાવ્યું કે, એક જ દેશ પર વેપાર માટે આધાર રાખવાથી થનારા નુકસાનનો ખ્યાલ કિવિઝ નાગરિકોને આવ્યો છે.
સિનિયર જર્નલિસ્ટ સ્મિતા શર્મા અને મુક્તેશ પરદેશી વચ્ચે થયેલી વાતચીતના અંશો
સવાલઃ ભારત અને ન્યૂઝીલેન્ડે વિસ્તાર અને વસતિની રીતે ઘણા જુદા છે, પણ છતાંય તેની સફળતામાંથી ભારત ઘણું શીખી શકે કે નહિ?
આવા સમયે મને ન્યૂઝીલેન્ડમાં રહેવા મળ્યું તે માટે હું પોતાની જાતને નસીબદાર માનું છું. પોતાને કોરોના ફ્રી જાહેર કરીને દેશ રોલ મૉડલ બન્યો છે. 9 જૂને ન્યૂઝીલેન્ડે કોરોનામુક્ત બનનારો 9મો દેશ બન્યો છે. વિકસિત અને પશ્ચિમ સાથે જોડાયેલા હોવાથી ન્યૂઝીલેન્ડે બધાનું ધ્યાન ખેંચ્યું છે. 29 મે પછી કોઈ નવો કેસ નોંધાયો નથી. કુલ કેસ 1504 થયા અને માત્ર 22 લોકોના મોત નીપજ્યા છે. ન્યૂઝીલેન્ડ નાનો દેશ અને વસ્તી ગીચતા ઓછી વગેરે પરિબળો ઉપયોગી થયા છે. ન્યૂઝીલેન્ડની વસ્તી માત્ર 50 લાખની છે. તેથી ભારતની સરખામણીએ અંતર જાળવવું અને અળગા રહેવું ઘણું સહેલું હતું.
સવાલઃ ભારતમાં વિશ્વનું સૌથી કડક લૉકડાઉન થયું, તેમ છતાં કેસ વધી ગયા. તમને ન્યૂઝીલેન્ડમાંથી શું બોધપાઠ મળ્યો તે જણાવો.
સૌથી વ્યવહારૂ રીત એ હતી કે, પ્રથમ જ અઠવાડિયે 4 તબક્કાની હેલ્થ એલાર્મ સિસ્ટમ તૈયાર કરવામાં આવી હતી. ચોથો તબક્કો સૌથી જોખમી એ રીત 20 માર્ચની આસપાસ પ્રથમ તબક્કો જાહેર કરાયો હતો. બે કે ત્રણ દિવસમાં જ ચોથા તબક્કાની ચેતવણી અપાઈ, કેમ કે સરકારને લાગ્યું કે ચેપ અહીં ફેલાઇ શકે છે. શરૂઆતમાં ચેપ આવ્યો તે મોટા ભાગે વિદેશથી આવનારા વિદ્યાર્થીઓ હતા. કેટલાક ઇરાનની આવનારા પ્રવાસીઓ હતા. આ દેશો સાથે સંપર્ક બંધ કરી દેવાયો અને દરેક તબક્કે શું થશે તેની માહિતી લોકોને અપાતી રહી.
પ્રથમ તબક્કાની જાહેરાત કરાઈ ત્યારે જ લોકોને જણાવી દેવાયું હતું કે ચોથા તબક્કે શું સ્થિતિ હશે. તેથી વડાંપ્રધાને ચોથા તબક્કાની ચેતવણી જાહેર કરી ત્યારે નાગરિકો તે માટે તૈયાર હતા. તેથી મને લાગે છે કે આ સિસ્ટમ બહુ સારી હતી કે સરકાર કઈ રીતે નાગરિકોને વિશ્વાસમાં લઈ શકે. વડાંપ્રધાન જેસિન્ડા લોકપ્રિય છે. તેથી સરકારી ચેતવણીને લોકોએ પાળી. હું કહીશ કે સ્પષ્ટ સંદેશ, સતત અને આગોતરી ચેતવણીની સિસ્ટમને કારણે ન્યૂઝીલેન્ડને ફાયદો થયો.
સવાલઃ દક્ષિણ કોરિયાને પણ સફળ મૉડલ ગણવામાં આવે છે. તેની સાથે ઘણા દેશો બીજા શક્ય રોગચાળાની તૈયારીમાં છે. ન્યૂઝીલેન્ડ શું કાળજી લઈ રહ્યો છે?
9મી જૂનથી દેશમાં આરોગ્યની ચેતવણી પ્રથમ તબક્કાની છે. એટલે કે તદ્દન નોર્મલ છે. લોકો હળેમળે છે. પ્રવાસ પર પ્રતિબંધ નથી. અર્થતંત્ર ચાલતું થઈ ગયું છે, લગભગ 95 ટકા જેટલું. પણ પ્રથમ તબક્કામાં વિદેશથી કોઈને પ્રવેશ અપાતો નથી. ફ્લાઇટમાં પરત લાવવામાં આવે તે લોકોને 14 દિવસ સરકારી ક્વોરેન્ટાઇનમાં રહેવાનું હોય છે.
ગયા અઠવાડિયે એર ઇન્ડિયાનું વિમાન પ્રવાસીને લઈને આવ્યું તેમને ક્વોરેન્ટાઇન સેન્ટરમાં લઈ જવાયા હતા. ત્રણેક અઠવાડિયા નવા કેસના આવે ત્યાં સુધી વિદેશ સાથેનો સંપર્ક અટકાવેલો જ રખાશે. તે પછી કદાચ ઓસ્ટ્રેલિયા અને પેસિફિક આઇલેન્ડ દેશો સાથે ફ્લાઇટ શરૂ થશે, કેમ કે તેમના નીકટના સંબંધો છે. તે સિવાય હાલમાં સરહદો ખોલવામાં આવશે નહિ.