ન્યૂઝ ડેસ્કઃ CLAT 2020ના કન્વીનર બલરાજ ચૌહાણે CLAT 2020 લૉ એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાની તમામ અફવાઓ અને અટકળોને ફગાવી દીધી છે. તેમણે પુષ્ટિ આપી હતી કે, કાયદા પ્રવેશ પરીક્ષા અગાઉના જાહેર કરેલા શિડ્યૂલ મુજબ લેવામાં આવશે. ઉમેદવારોને ટૂંક સમયમાં CLAT 2020 પ્રવેશ કાર્ડ અથવા હોલ ટિકિટ સત્તાવાર વેબસાઇટ consortiumofnlus.ac.in. દ્વારા આપવામાં આવશે.
CLAT 2020 પરીક્ષા સ્થગિત નહીં, પ્રવેશ કાર્ડ જલ્દીથી જાહેર કરાશે - CLAT 2020 પરીક્ષા સ્થગિત થઈ નથી
CLAT 2020ના કન્વીનર બલરાજ ચૌહાણે CLAT 2020 લૉ એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવાની તમામ અફવાઓ અને અટકળોને ફગાવી દીધી છે. તેમણે પુષ્ટિ આપી હતી કે, કાયદા પ્રવેશ પરીક્ષા અગાઉના જાહેર કરેલા શિડ્યૂલ મુજબ લેવામાં આવશે.
આ સ્પષ્ટતા સોશિયલ મીડિયા પરની નકલી પોસ્ટ પછી આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, લૉ એન્ટ્રન્સ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી છે, જેના પગલે વિદ્યાર્થીઓમાં ભારે મૂંઝવણ ફેલાઇ હતી. આના પગલે ઘણાં ઇચ્છુક લોકો રાષ્ટ્રીય કાયદા યુનિવર્સિટીઓના કન્સોર્ટિયમ સુધી પહોંચ્યા અને તે અંગે સ્પષ્ટતા માંગી હતી. CLAT 2020ની પરીક્ષા 7 સપ્ટેમ્બર, 2020ના રોજ યોજાવાની છે. CLAT 2020 બપોરે 2થી4માં યોજવામાં આવશે.
COVID-19 મહામારી અને દેશના ઘણા વિસ્તારોમાં હજુ પણ લોકડાઉન ચાલુ હોવાથી, CLAT 2020ની પરીક્ષામાં મોટો ફેરફાર થયો હતો. વિદ્યાર્થીઓની સલામતી, સ્વાસ્થ્ય અને સુખાકારીની ખાતરી માટે મેમાં સામાન્ય રીતે યોજાવામાં આવતી પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત મુલતવી અને વિલંબને કારણે ખોટી માહિતી અને અફવા ફેલાવવા માટે કેટલાક લોકોએ આ તકનો ઉપયોગ કર્યો હતો.
જો કે, આવી ખોટી માહિતીને સ્પષ્ટ રાખવા માટે, ઉમેદવારોને વિશ્વાસપાત્ર સ્રોત ઓળખવા જરૂરી છે કે, જ્યાંથી તેઓ અધિકૃત માહિતી મેળવી શકે. CLAT 2020ની પરીક્ષા વિશે ચકાસણી અને અધિકૃત અપડેટ્સ મેળવવા માટે ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ એટલે કે consortiumofnlus.ac.in પર જઈ શકે છે.