ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તિહાડ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ઘર્ષણ, 14 કેદીઓ ઘાયલ - Clash between police and prisoners

તિહાડ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ઝઘડો થયો હોવાનું સામે આવ્યું છે. જેમાં 12 થી 14 કેદી ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના જેલ નંબર-4માં બની છે.

clash-between-police-and-prisoners-in-tihar-jail-14-prisoners-injured
તિહાડ જેલમાં પોલીસ અને કેદીઓ વચ્ચે ઘર્ષણ, 14 કેદીઓ ઘાયલ

By

Published : Feb 16, 2020, 10:25 PM IST

નવી દિલ્હી: દેશની સૌથી સુરક્ષિત કહેવાતી તિહાડ જેલમાં રવિવારે પોલીસકર્મીઓ અને કેદીઓ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. જેમાં 12થી 14 કેદીઓ ઘાયલ થયા છે.

મળતી વિગતો અનુસાર આ ઘટના 4 નંબરની જેલમાં બની છે. જ્યાં કેદીઓ પોતાના બેરેકમાં જવાની ના પાડી રહ્યાં હતા. જ્યાં તેને સમજાવવા જતા બાકીના કેદીઓએ તેને ઉશ્કેર્યો હતો. જે બાદ પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી. શનિવારે બપોરે 12.30 વાગે બનેલી ઘટનામાં અન્ય કેદી પણ જોડાઇ ગયા હતા અને ઝઘડો વધી ગયો હતો.

જેલ અધિકારીએ કહ્યું કે, આ ઝઘડામાં 2 કેદી ગંભીર છે, જેમને સારવાર માટે દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details