ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સરહદ પર ભારત અને ચીન વચ્ચે ઝપાઝપી, ભારતમાં ઘુસતા ચીનીઓને રોકતા થઈ હિંસા - ભારત ચીન વચ્ચે હિંસા

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી પૂર્વી લદ્દાખમાં સીમા પર ભારત અને ચીન વચ્ચે ઝપાઝપી થઈ છે. આ હિંસામાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ds
ds

By

Published : Jan 25, 2021, 12:26 PM IST

  • ભારતીય સેના અને ચીન સેના વચ્ચે ઝપાઝપી
  • પૂર્વી લદ્દાખમાં બંને સેના વચ્ચે હિંસા
  • ચીની સૈનિકો ભારત સીમામાં ઘુસવાનો કરી રહ્યા હતાં પ્રયાસ

નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફરી પૂર્વી લદ્દાખમાં સીમા પર ભારત અને ચીન વચ્ચે ઝપાઝપી થઈ છે. આ હિંસામાં ભારતે ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે.

ચીની સૈનિકો ભારતીય સીમામાં ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા હતાં. આ દરમિયાન ભારતીય સેનાએ તેમનો રોકવાનો પ્રયત્ન કર્યો હતો અને બંને સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે ભારતીય સેનાએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો છે. મળતી માહિતી મુજબ સિક્કિમમાં ગત સપ્તાહમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ હતી.

પૂર્વી લદ્દાખમાં ભારત અને ચીન વચ્ચે ઝપાઝપી

આપણે જાણીએ છીએ ભારત અને ચીન વચ્ચે સરદહ વિવાદને લઈ છેલ્લા કેટલાય સમયથી તણાવની સ્થિતિ છે. અગાઉ બંને સેના વચ્ચે મોટા પાયે ઝપાઝપી પણ થઈ હતી જેમાં કેટલાક ભારતીય જવાનો શહીદ થયા હતા તો કેટલાક ચીની સૈનિકો પણ. તણાવની સ્થિતિ ઓછી કરવા માટેભારતીય સેનાના ઉચ્ચ અધિકારી અને ચીન સેનાના અધિકારી વચ્ચે ગત રોજ 9મી વખત બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક 15 કલાક ચાલી હતી. જોકે આટલી વખત બેઠકો થઈ હોવા છતાં પણ આ મુદ્દે હજી કોઈ હલ આવ્યો નથી.

ABOUT THE AUTHOR

...view details