ગુજરાત

gujarat

CJI રંજન ગોગોઈએ અયોધ્યા કેસ સંબધિત યૂપીના મુખ્ય સચિવ અને DGP સાથે કરી મુલાકાત

By

Published : Nov 8, 2019, 10:56 AM IST

Updated : Nov 8, 2019, 2:25 PM IST

લખનઉઃ હાલ, સૌ કોઈની નજર અયોધ્યા કેસના નિર્ણય પર મંડાયેલી છે. ત્યારે CJI રંજન ગોગોઈને રામ મંદિરના નિર્ણયથી થનારી અસરની ચિંતા સતાવી રહી હતી. જેથી તેમણે યૂપીના DGP ઓપી.સિંહ અને મુખ્ય સચિવ રાજેન્દ્ર તિવારીને સાથે મુલાકાત કરી હતી. જેમાં તેમણે લોકસુરક્ષા અને કાયદા વ્યવસ્થાની ચર્ચા કરી હતી.

રામ મંદિર વિવાદ

ગુરૂવાર રાત્રે UPના મુખ્યપ્રધાને જિલ્લા અધિકારીઓ અને પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા ચર્ચા કરી હતી. જેમાં તેમણે કાયદા વ્યવસ્થાને સુનિશ્ચિત રાખવા જણાવ્યું હતું. હાલ, UP સરકાર જિલ્લામાં શાંતિ જાળવી રાખવા માટે પ્રયાસ કરી રહી છે.

અયોધ્યામાં સુરક્ષા દળોએ નાકાબંધી કરી દીધી છે. શહેરમાં 22 જગ્યાઓએ રેપિડ એક્શન ફોર્સના જવાનો કાર્યરત છે. તેમજ એટીએસ કમાન્ડો 16 સ્થળોએ તૈનાત કરાયા છે. અયોધ્યાના ચોક વિસ્તાર, રામ જન્મભૂમિ વિસ્તાર, હનુમાન ગઢી ચોકડી, મકબરોદ અને રેકાબગંજ સહિતના વિસ્તારોમાં ડ્રોન કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.

CJIએ અયોધ્યા કેસ સંબધિત DGP અને મુખ્ય સચિવ સાથે કરી મુલાકાત

આ ઉપરાંત ઉપદ્રવિયોને આશરો આપનાર આઝમગઢ અને આંબેડકર નગરમાં અસ્થાયી જેલ બનાવવામાં આવી છે. આ કેસથી જોડાયેલાં તમામ પક્ષકારોએ શાંતિ જાળવવા અપીલ કરાઈ છે. આમ, રામમંદિરના નિર્ણયને લઈ કોમી રમખાણ જેવી પરિસ્થિતી ઊભી ન થાય તે માટે ઉત્તરપ્રદેશમાં બધા ધાર્મિક નેતાઓએ કોર્ટના નિર્ણયને સ્વીકારવાની તૈયારી બતાવી છે.

Last Updated : Nov 8, 2019, 2:25 PM IST

ABOUT THE AUTHOR

...view details