આ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા જણાવાયું હતું કે, "અમારી પાસે દસ્તાવેજોનું નિરિક્ષણ કરવાનો અધિકાર છે. ત્યારે ઍટૉર્ની જનરલ કેકે વેણુગોપાલે કોર્ટ સ્ટાફની નિમણૂંક અને વ્યવહાર અંગેના નિયમો જણાવ્યા હતા. તો એટૉર્ની જનરલે જણાવ્યું કે કોર્ટની નોકરીથી સસ્પેન્ડેડ કર્મચારીઓને વકીલ સાથે સંપર્ક કર્યા હતા. અને તેઓ પ્રેસ ક્લબમાં પ્રેસ કૉન્ફરન્સ કરવા ઇચ્છતા હતા.
એવિડન્સ એક્ટ મુજબ કોઇ પણ વકીલ તે મુવક્કીલની પરવાનગી વિના કોઇ પણ જાતનું કમ્યુનિકેશન કરી શકે નહી. પણ અહિંયા તો કોઇ જ મુવક્કીલ નથી. જેથી એવિડેન્સ એક્ટની કલમ 126 લાગૂ થઇ શકે નહી. CRPCના સેક્શન 90 મુજબ કોર્ટને જો જરૂરી લાગે તો તેઓ દસ્તાવેજોનનું સમન કરી શકે છે.
કેકે વેણુગોપાલે જણાવ્યું હતું કે, ઉત્સવના એફિડેવિટ મુજબ, અજય તેમની પાસે આવે છે અને કહે છે કે તે 50 લાખ રૂપિયા પ્રેસ કૉન્ફરન્સ કરવા માટે આપશે. ઉત્સવ બેંસના એફિડેવિટ મુજબ અજય ક્લાઇંટ નહોતો, પણ કોણ હતો, તે ખબર નથી
ત્યારે ઇન્દિરા જયસિંહે પોતાની દલીલમાં કહ્યું કે જાતિય સતામણીના આરોપને રંજન ગોગોઇ પહેલા જ નકારી ચૂક્યા છે, જેની તપાસ થવાનું હજી બાકી છે. જો કે આ મામલાની સાથે ષડયંત્રનો મામલો પણ જોડાયેલો હોવાના કારણે બન્ને મામલાની તપાસ એકસાતે થવી જોઇએ, ત્યારે કોર્ટે જણાવ્યું હતું કે, બન્ને મામલાઓમાં આરોપોની તપાસ થઇ રહી છે. ફિક્સર આજુબાજુમાં ખુલ્લાઆમ ફરતા હોય છે, અદાલતની શાખને નિચી પાડવાના આશયથી વકીલોનો સંપર્ક કરી રહ્યાં છે. જે વધુ ગંભીર છે. ઇંદિરા જયસિંહએ કહ્યું કે સ્ટીકર વગરની ગાડી કોર્ટના પરિસરમાં કઇ રીતે આવી જેની તપાસ થવી જોઇએ, અને ઉત્સવની વિશ્વનિયતા પર પણ તપાસ થવી જોઇએ.
ત્યારે સૉલિસ્ટર જનરલે કહ્યું કે, અરજીમાં કેટલાક ભાગો વાંધાજનક છે, જે હટાવવા જોઇએ, ત્યારે આ નિવેદન પર જસ્ટિસ મિશ્રાએ જણાવ્યું હતું કે, આ જુઠાણા ફેલાવવામાં આવી રહ્યા છે કે, સંસ્થાન રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવી રહ્યાં છે. પણ અમે જણાવી દઇએ કે કોઇ રિમોટ કંટ્રોલથી નથી ચાલી રહ્યું હવે અમને કહેવા દો. મની પાવર, મસલ્સ પાવર દ્વારા આ સંસ્થાનની છાપને ખરાબ કરવામાં આવી રહી છે. જ્યારે સંસ્થાન જ નહિં રહે તો પછી શું કરશો? રોજે રોજ બેંચ ફિક્સિંગની વાતો કહેવામાં આવી રહી છે. આ બધા પણ જલ્દી પુર્ણવિરામ લાગે. અમે આ વાતોથી ચિંતીત છીએ. તો આ સાથે ઇન્દિરા જયસિંહે કહ્યું કે સરકાર સંસ્થાનોને કંટ્રોલ કરી રહી છે. જેમ જ કોઇ મોટા વિવાદનો કેસ અમારી પાસે આવે છે, તરત જ બુક્સ છપાવા લાગે છે. રિપોર્ટ બનવા માંડે છે.
આ સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટની વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે ટ્વિટર પર લખ્યપું હતું કે, શું સુપ્રીમ કોર્ટ વકીલ ઉત્સવ બેંસના એફિડેવિટની વિશ્વસનીયતાની તપાસ તરશે. શું ઉત્વસ બેંસ આ શપથ પત્ર દાખલ કરશે કે તેમની પાસે આ વિવાદમાં શામેલ કોઇપણ વ્યક્તિની સાથે કોઇ પણ સંબંધ નથી અને શું તેઓ ઉલટ તપાસ માટે તૈયાર થશે?