ચીફ જસ્ટિસે વકીલો સાથેની ચર્ચા દરમિયાન જણાવ્યું કે, 2 ઓક્ટોબર અને દીવાળીને ધ્યાને રાખી અયોધ્યા વિવાદ 18 ઓક્ટોબર સુધીમાં ખતમ થઈ જવો જોઈએ. તેમણે વરિષ્ઠ વકીલ રાજીવ ધવનને પૂછ્યું કે, શું 2 દિવસમાં સબમિશન થઈ શકે ખરા ? જેના પર ધવને જવાબ આપ્યો કે, સંભવતા ઓછી છે.
આપને જણાવી દઈએ કે, સુપ્રીમ કોર્ટમાં મુસ્લિમ પક્ષ બુધવારે પોતાના એ નિવેદનમાંથી પાછી પાની કરી છે કે, જેમાં તેમણે જણાવ્યું હતું કે, અયોધ્યા વિવાદીત સ્થળ પર બહારના ભાગે આવેલા 'રામ ચબૂતરો' જ ભગવાન રામનું જન્મસ્થળ છે. સાથે તેમણે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના એ રિપોર્ટ પર પ્રહારો કરતા સલાહ આપી કે, આ ઢાંચો બાબરી મસ્જિદ પહેલા ત્યાં હતાં.
મુસ્લિમ પક્ષે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, તેમના આ વલણમાં કોઈ જ ફેરફાર આવ્યો નથી કે આ વાતનો કોઈ પુરાવો પણ નથી કે, 2.27 એકર વિવાદીત સ્થળ ભગવાન રામનું જન્મ સ્થાન છે.
તેમણે એમ પણ જણાવ્યું કે, તેમનું એવું પણ તાત્પર્ય નથી કે, મુસ્લિમ પક્ષ 18 મે 1886ના જિલ્લા ન્યાયાધીશના ચૂકાદાને પડકાર નહોતો આપ્યો. મુસ્લિમ પક્ષે એએસઆઈની 2003ના એ રિપોર્ટ પર પ્રહારો કર્યા હતાં જેમાં અવશેષ, પ્રતિમાઓ તથા કલાકૃતિના આધાર પર આ ભલામણ આપી છે કે, બાબરી મસ્જિદ પહેલા પણ અહીંયા એક ઢાંચો હતો. મુસ્લિમ પક્ષે કહ્યું કે, ખાતરી કરવા જેવું કોઈ પણ તારણ નીકળતું નથી. આ મોટા ભાગે અનુમાનો પર આધારીત છે.
આમ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો એએસઆઈ રિપોર્ટ પર કોઈ વાંધો ન હોય તો વિરોધ કરનારા પક્ષોએ સુપ્રીમ કોર્ટ સમક્ષ તેને ઊઠાવવો જોઈએ. કારણ કે, કાનૂન અંતર્ગત કાયદાકીય સમાધાન પ્રાપ્ય છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી પાંચ સભ્યોની ખંડપીઠે કહ્યું હતું કે, તમારે જે પણ વાંધો હોય, ભલે તે ગમે તેટલી પણ મજબૂત દલીલ કેમ ન હોય. અમે તેની સુનાવણી નહીં કરીએ.