નવી દિલ્હીઃ સિવિલ સર્વિસીસ 2020ની પ્રારંભિક પરીક્ષા 4 ઓક્ટોબરે લેવામાં આવી રહી છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc)એ શુક્રવારે આ જાહેરાત કરી છે. કોરોના વાઈરસના વૈશ્વિક રોગચાળાને કારણે પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી.
યુપીએસસીની પ્રારંભિક પરીક્ષા 4 ઓક્ટોબરે લેવામાં આવશે - યુપીએસસી
કોવિડ-19 વૈશ્વિક રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવેલી સિવિલ સર્વિસ 2020ની પ્રારંભિક પરીક્ષા 4 ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (upsc) દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી.
upscએ જણાવ્યું હતું કે, ગત વર્ષની સિવિલ સર્વિસ અને મુખ્ય પરીક્ષા દ્વારા પસંદ થયેલા ઉમેદવારોનો ઇન્ટરવ્યુ 20 જુલાઈથી શરૂ થશે. આ વર્ષે પ્રારંભિક પરીક્ષા 31 મેના રોજ યોજાવાની હતી, પરંતુ કોરોના વાઈરસના કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.
સિવિલ સર્વિસ પરીક્ષા દર વર્ષે ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ. ભારતીય વહીવટી સેવા (આઈએએસ), ભારતીય વિદેશી સેવા (આઈએફએસ) અને ભારતીય પોલીસ સેવા (આઈપીએસ) સહિત અન્ય સેવાઓના અધિકારીઓની પસંદગી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.