ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નાગરિકતા સંશોધક બિલ: ઓવૈસીએ ફાડી નાગરિકતા બિલની કોપી - ગૃહપ્રધાન અમિત શાહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકસભામાં આજે એટલે કે સોમવારના રોજ નાગરિકતા સુધારણા બિલ રજૂ કર્યું છે. નવા બિલમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડન ભોગવી રહેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને ભારતીય નાગરિકતા આપવાની વાત કરવામાં આવી છે.નાગરિકતા સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન એઆઈએમઆઈએમમાં નેતા અસદુદ્દીન ઓવૈસીએ સદનની મર્યાદા ભૂલતા બિલની કૉપી જ ફાડી નાંખી. આના પર ભારે હોબાળા બાદ સ્પીકરની ચેર પર હાજર રમા દેવીએ તેમની આ હરકતને કાર્યવાહીમાંથી બહાર કરવાનો આદેશ આપ્યો. ઓવૈસીએ બિલનો તીખો વિરોધ કરતા કહ્યું કે, “અમે ઝીણાની વાતને ફગાવીઅને મૌલાના આઝાદની વાતની સાથે ચાલ્યા, તેમણે કહ્યું હતું કે આપણો હિંદુસ્તાન સાથે 1000 વર્ષ જૂનો સંબંધ છે. આખરે સરકારને મુસ્લિમોથી આટલી સમસ્યા કેમ છે?”

citizenship amendment bill
નાગરિકતા સુધારણા બિલ

By

Published : Dec 9, 2019, 12:59 AM IST

Updated : Dec 9, 2019, 9:24 PM IST


ઓવૈસીએ કહ્યું કે, “આ બિલની વિરુદ્ધ ઉભો છું. આપણે જ્યારે સંવિધાન બનાવ્યું હતુ ત્યારથી અત્યાર સુધી કેટલું નીચુ પડ્યું છે. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાનની પ્રસ્તાવનામાં ભગવાન અથવા ખુદાનું નામ લખવાનો વિરોધ કર્યો હતો.” ઓવૈસીએ કહ્યું કે, “તમે મુસ્લિમોને સ્ટેટલેસ બનાવી રહ્યા છે. આ એક બીજુ વિભાજન થઈ રહ્યું છે.”

નાગરિકતા સંશોધક બિલ પર ઓવૈસીએ ચિંતા વ્યક્ત કરી

કોંગ્રેસ શાસક શશિ થરૂરે કહ્યું કે, આ ગણતંત્ર પર હુમલો છે.

નાગરિકતા સંશોધક બિલના તરફેણમાં 293 મત મળ્યા, જ્યારે 82 લોકોએ આ બિલને નકાર્યું છે. જોકે, સરકારને શિવસેનાને સમર્થન મળ્યું છે.

લોકસભામાં સોમવારની કાર્યસૂચિ મુજબ, ગૃહપ્રધાન બપોરે સુધારા બિલ રજૂ કર્યું છે. જેમાં છ દાયકા જુના નાગરિકતા કાયદામાં સુધારો કરવાની વાત કહેવામાં આવી છે. બિલ પર ચર્ચા કરવામાં આવશે અને તે પછી તેને પસાર કરવામાં આવશે.

આ બિલને કારણે પૂર્વોતરના રાજ્યોમાં વ્યાપક પ્રમાણમાં પ્રદર્શનો થઈ રહ્યા છે અને વધારે સંખ્યામાં લોકો તથા સંગઠનો આનો વિરોધ કરી રહ્યા છે.

પ્રદર્શનકારી સંગઠનોનું કહેવુ છે કે, આસામ કરાર 1985ની જોગવાઈઓને રદ કરવામાં આવશે, જેમાં ધાર્મિક ભેદભાવ વિના ગેરકાયદેસર શરણાર્થીઓને પરત મોકલવા માટેની અંતિમ તારીખ 24 માર્ચ 1971 નક્કી કરવામાં આવી છે.

આ વચ્ચે પ્રભાવશાળી નોર્થઇસ્ટ સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન (NESO) એ 10 ડિસેમ્બરના રોજ આ ક્ષેત્રમાં 11 કલાકના બંધનું એલાન કર્યું છે.

નાગરિકતા (સુધારા) બિલ 2019 મુજબ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ધાર્મિક ઉત્પીડનને કારણે 31 ડિસેમ્બર 2014 સુધી ભારત આવેલા શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ગેરકાયદેસર શરણાર્થી ગણાવામાં આવશે નહીં પરંતુ તેમને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. આ બિલ 2014 અને 2019ના લોકસભા ચૂંટણીમાં ભાજપનું વચન હતું.

Last Updated : Dec 9, 2019, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details