શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવેલા નાગરિકતા સંશોધન બિલની તરફેણમાં લોકસભામાં જનતા દળ (યુ), શિવસેના અને અન્ય કેટલાક પક્ષોના એકઠા થવાને કારણે સરકારને બિલ પસાર કરવામાં મુશ્કેલી ન પડી. લોકસભામાં આ બિલના સમર્થનમાં 311 મતો પડ્યા હતા જ્યારે વિપક્ષમાં 80 મત પડ્યા હતા. જોકે, ભાજપને વિશ્વાસ છે કે આ બિલ રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવશે.
મહત્વનું છે કે, પશ્ચિમ બંગાળના સાંસદ મમતા બેનર્જીએ પડકાર ફેંક્યો છે કે પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર લાગુ કરવામાં આવશે નહીં. આ અંગે સરકારે કહ્યું કે દેશ બંધારણ અને કાયદાની સાથે ચાલી રહ્યો છે. મમતા બેનર્જી કાયદા બનાવી રહ્યા નથી. CAB લાગુ થયા પછી જે ઘુસણખોર છે તે અહીંથી રવાના થશે.
જો આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યસભામાં સાંસદોની વર્તમાન સંખ્યા 240 છે. એવામાં નાગરિકતા સંશોધન બિલ પર બહુમતી મેળવવા માટે 121 સાંસદોનું સમર્થન જોઈશે. સત્તાધારી ભાજપ પાસે રાજ્યસભામાં કુલ 83 સાંસદ છે. મતલબ કે આ બિલને કાયદો બનાવવા માટે ભાજપ પાસે રાજ્યસભામાં અન્ય 37 સાંસદોનું સમર્થન મેળવવું પડશે.
રાજ્યસભામાં આ બિલ પસાર થાય તે માટે સરકારે વધું મહેનત કરવી પડશે નહીં, પરંતુ લોકસભામાં પાસ થયા પછી નીતિશ કુમારની પાર્ટી જેડી (યુ) ફરી ગઈ હોય તેવું લાગે છે. શિવસેનાનું સ્ટેન્ડ પણ હજી સ્પષ્ટ નથી. શિવસેનાનું કહેવું છે કે રાજ્યસભામાં જ આ બિલ પર સ્પષ્ટતા થવી જોઈએ. આ મુદ્દે ભાજપમાં ચિંતા છે.
નાગરિકતા સુધારણા બિલ પર લોકસભામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપનારા પક્ષકારોને જો આધાર તરીકે જોવામાં આવે તો રાજ્યસભામાં કુલ સંખ્યા 122 થશે. જેમાં ભાજપના 83, અકાલી દળના 3, AIADMKના 11, શિવસેનાના 3, BJD 7, YSR કોંગ્રેસના 2, AGP 1, BPF 1, RPIના 1, LJPના 1, NPF 1, SDFના 1, નૉમિનેટેડ 3 સદસ્ય, અપક્ષ અને અન્ય 4 સભ્યો સાથે કુલ 122 સાંસદો છે.