ગુજરાત

gujarat

ETV Bharat / bharat

Covid-19 સામેના યુદ્ધમાં નાગરીકો જ મુખ્ય ચાલક બળ - covid-19

વિશ્વભરમાં Covid-19 ના કન્ફર્મ કેસનો આંકડો એક કરોડને પાર પહોંચી ગયો છે જેમાંથી બે તૃત્યાંશ કેસ મે અને જૂનમાં નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો એક લાખ સુધી પહોંચવામાં 110 દીવસ લાગ્યા હતા જ્યારે ત્યાર બાદના માત્ર 39 દીવસમાં આ આંકડો પાંચ લાખ સુધી પહોંચી ગયો હતો. જ્યારે મૃત્યુઆંક 16,000 ને વટાવી ગયો છે. કેન્દ્ર સરકારે આપેલા તારણો મુજબ કુલ મૃત્યુઆંકના 87% મૃત્યુ દેશના આઠ રાજ્યોમાં નોંધાયા છે.

CITIZENS A DRIVING FORCE IN COVID-19 WAR
Covid-19 સામેના યુદ્ધમાં નાગરીકો જ મુખ્ય ચાલક બળ

By

Published : Jul 1, 2020, 10:47 PM IST

ન્યૂઝ ડેસ્કઃ વિશ્વભરમાં Covid-19 ના કન્ફર્મ કેસનો આંકડો એક કરોડને પાર પહોંચી ગયો છે જેમાંથી બે તૃત્યાંશ કેસ મે અને જૂનમાં નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કેસનો આંકડો એક લાખ સુધી પહોંચવામાં 110 દીવસ લાગ્યા હતા જ્યારે ત્યાર બાદના માત્ર 39 દીવસમાં આ આંકડો પાંચ લાખ સુધી પહોંચી ગયો હતો. જ્યારે મૃત્યુઆંક 16,000 ને વટાવી ગયો છે. કેન્દ્ર સરકારે આપેલા તારણો મુજબ કુલ મૃત્યુઆંકના 87% મૃત્યુ દેશના આઠ રાજ્યોમાં નોંધાયા છે. મહારાષ્ટ્ર, દિલ્હી અને તમીલનાડુમાં કુલ કેસના 61% કેસ નોંધાયા છે. બીજી તરફ, WHO એ ચેતવણી આપી છે કે ભારતમાં હજુ પણ COvid-19 તેના શીખરે પહોંચેલો ન ગણી શકાય. ભૂતાન, શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ જેવા દેશોએ કોરોના વાયરસના એક પણ કેસ ન હોવાની સ્પષ્ટતા કરી છે. એશીયાનો સૌથી મોટો સ્લમ વિસ્તાર અને કોરોના વાયરસના હોટસ્પોટ એવો ધારાવી એક ચોરસ કીલોમીટરે 3,54,167 ની વસ્તી ગીચતા ધરાવે છે. રહેવાસીઓને સ્વ-શીસ્ત તરફ દોરતા સરકારના પ્રયત્નોએ સ્લમ વિસ્તારોની તરફેણમાં કામ કર્યુ છે. યુકે, ઇટલી, ફ્રાન્સ અને સ્પેઇનની મળીને કુલ વસ્તી 24 કરોડ છે જેમાં એક લાખ લોકો મહામારીને કારણે મૃત્યુને ભેટ્યા છે. તેટલી જ વસ્તી ધરાવતા ઉત્તર પ્રદેશમાં ફક્ત 700 મૃત્યુ થયા છે. તેનું કારણ દેશમાં લાદવામાં આવેલુ કડક લોકડાઉન છે. 2018માં આવેલા નીપાહ વાયરસમાંથી સીખ મેળવીને મજબૂત આરોગ્યની સુવિધાઓ અને સરકારના સંસાધનોનુ સારી રીતે સંકલન કરીને કેરળ Covid-19 સામેના લડાઈમાં એક યોદ્ધા તરીકે ઉભરી આવ્યુ છે. સંસાધનોની મોટી અછત હોવા છતા ઓડીસા પણ વાયરસને ફેલાતો અટકાવવામાં સફળ રહ્યુ છે.

વિશ્વભરમાં કોરોના વાયરસને કારણે 5 લાખ લોકોના મૃત્યુ થયા છે. સતત વધતા કેસના આંકડાઓએ એક દુ:ખદ ચીત્ર ઉભુ કર્યુ હતુ. જેવી રીતે વિકસીત દેશો, આરોગ્યની અત્યાધુનિક સુવિધા હોવા છતા પણ વાયરસ સામે વામણા પુરવાર થઈ રહ્યા છે તેને જોતા સવાલ એ થાય કે શું ભારતે કોઈ જોખમ લેવુ જોઈએ? અત્યાર સુધી જાહેર આરોગ્ય માટેના ખર્ચનુ મુલ્ય કુલ GDPના માત્ર 1.5% જેટલુ જ છે. સામાન્ય પરીસ્થીતિઓમાં પણ આપણા દેશના રાજ્યો દ્વારા સંચાલીત હોસ્પીટલની કથળતી પરીસ્થીતિ વીશે કોઈ અજાણ નથી. લોકડાઉનનો હેતુ ચેપને ફેલાતો રોકવાની કોશીષની સાથે સરકાર તેની જાહેર આરોગ્યની સેવાઓને વધુ વિકસીત કરે તે પણ છે. કેન્દ્ર સરકારના આંકડા અનુસાર, લોકડાઉન બાદ કેસમાં 40% નો ઘટાડો નોંધાયો છે. ભારતનો પ્રતિ દીવસનો ટેસ્ટ રેટ 3 લાખ સેમ્પલ છે તેવામાં શું આપણી કથળેલી હેલ્થ કેર સીસ્ટમ પુરતા બેડ અને વેન્ટીલેટરની વ્યવસ્થા કરી શકે તેવી ક્ષમતા ધરાવે છે? કેન્દ્ર સરકારે સ્વીકાર્યુ છે કે કામચલાઉ હોસ્પીટલ ઉભી કરવાની જરૂર પડશે. કામચલાઉ સારવાર કેન્દ્રો શરૂ કરવામાં આવે તો પણ તાલીમ આપેલા મેડીકલ સ્ટાફની અછતને આપણે કેવી રીતે દુર કરી શકીશુ? દેશમાં દર એક મીલિયન લોકોએ માત્ર 12 મૃત્યુનો આંકડો આપતા પ્રધાનમંત્રી મોદીએ ખાતરી આપી છે કે દેશમાં કોરોના વાયરસની અસર પ્રમાણમાં ઓછી છે તેમ છતા તેમણે એમ પણ જણાવ્યુ હતુ કે દેશમાં નાગરીકો જ કોરોના વાયરસ સામેની લડાઈમાં મુખ્ય ચાલક બળ છે. કોરોના વાયરસના કેસમાં વધારો થવાને કારણે કેટલાક રાજ્યો લોકડાઉનને લંબાવવાની વિચારણા કરી રહ્યા છે. આ પરીસ્થીતિમાં કોરોના સામેની લડત માટે દરેક નાગરીકે તૈયાર થઈ જવુ પડશે. સોશીયલ ડીસ્ટન્સીંગ, સેલ્ફ-આઇસોલેશન અને WHOએ આપેલા સુરક્ષા માટેના નિયમોનું પાલન કરીને દરેક નાગરીક દેશને મદદ કરવામાં પોતાનો ભાગ ભજવી શકે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details