નવી દિલ્હીઃ કોરોના વાયરસ દેશમાં પોતાનો કહેર ફેલાવાનું ચાલુ કરી દીધો છે. દેશમાં કુલ 31 લોકોને કોરોનાએ પોતાના ચપેટમાં લીધા છે. આ બાબતને ગંભીરતાથી લઈ સરકારે જનહિતમાં ઘણા પગલાં લીધા છે. સરકારે સ્પષ્ટપણે સુચન કરતા જણાવ્યું છે કે, દરેક કચેરી, વિભાગ અને ખાનગી કંપનીઓમાં બાયો-મેટ્રિક હાજરીનો ઉપયોગ ન કરવા સૂચન કર્યું છે. આ બાયો-મેટ્રિક હાજરીની જગ્યાએ પરંપરાગત રીતે રજીસ્ટરનો ઉપયોગ કરવાની સલાહ પણ આપી છે.
ઉલ્લેખનીય છે કે,ગુરૂવારે પૂર્વ દિલ્હી સરકારે વિભાગીય વડા,ખાનગી સંસ્થા અને નગર નિગમોએ કોરોના વાયરસના ફેલાવાની આશંકાને કારણે બાયો-મેટ્રિક હાજરીની સિસ્ટમનો ઉપયોગ ન કરવાનું સુચન કર્યું છે. કોરોના વાયરસ ફેલાવાના ભયને ધ્યાને રાખીને ખાનગી સંસ્થાઓ અને નગર નિગમોનો પત્ર લખી આ અંગે જાણકારી આપવામાં આવી છે.
મુઘલ ગાર્ડન 7 માર્ચથી જનતા માટે બંદ