ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CAA અને NRC પર મુસ્લિમોમાં અફવા ફેલાવી રહ્યા છે અર્બન નક્સલ: PM મોદી

નવી દિલ્હી: રામલીલા મેદાનમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ કહ્યું કે, શહેરોમાં રહેનારા ભણેલા લોકો નક્સલી -અર્બન નક્સલ અને અફવાઓ ફેલાવી રહ્યા છે કે, મુસલમાનોને ડિટેન્શન સેન્ટર પર મોકલવામાં આવશે. જેનો ભારતના નાગરિકને કોઈ સબંધ નથી.

નવી દિલ્હી
ETV BHARAT

By

Published : Dec 22, 2019, 10:16 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીના રામલીલા મેદાનમાં જનસભા સંબોધિત કરતા નાગરિકતા સંશોધન બિલ અને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણીને લઈ વિપક્ષ પર વાર કર્યો છે. વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળો પર CAA અને NRC લઈ અફવાઓ ફેલાવવાનો આરોપ છે.

PMએ કહ્યું કે, એકવખત સમજી લો કે, નાગરિકતા સંશોધન બિલ શું છે ? નાગરિકતા સંશોધન બિલ ભારતના નાગરિક માટે તે હિન્દુઓ હોઈ કે મુસલમાન કોઈ પણ માટે નથી. આ સંસદમાં બોલવામાં આવ્યું છે. આ બિલનો દેશની અંદર 130 કરોડ લોકોને કોઈ સબંધ નથી.

મોદીએ કહ્યું કે, કેટલાક લોકો CAAને ગરીબોની વિરુદ્ધ અને ગરીબોના હકો છીનવી લેવામાં આવશે તેમ જણાવી રહ્યાં છે. પરંતુ અફવાઓ ફેલાવતા પહેલા ગરીબો પર તો દયા કરો. કોંગ્રેસ અને અર્બન નક્સલિયો દ્વારા ઉડાડવામાં આવેલી ડિટેન્શન સેન્ટરની અફવા ખોટી છે.

તેમણે કહ્યું કે આ 2 પ્રકારના લોકો છે. એક જેનું રાજકારણ દાયકાઓથી વોટબેંક પર રહ્યું છે. અન્ય લોકો એવા છે જેમને આ રાજકારણથી ફાયદો થયો છે.

ABOUT THE AUTHOR

...view details