હૈદરાબાદઃ 34 વર્ષની વયે આટલી સિદ્ધિ મેળવવી એ હર કોઇનું ગજું નથી, પણ આ અઠવાડિયે જ જીવનનો અંત આણનારા સુશાંતે તે કરી બતાવ્યું. જાણે આટલું પૂરતું ન હોય, તેમ તેણે કરેલી અગિયાર ફિલ્મોમાંથી પાંચ ફિલ્મોના અંતે પણ તે મોતને જ ભેટે છે, જેમાં 2013માં આવેલી તેની પ્રથમ ફિલ્મ કાઇ પો છે!નો પણ સમાવેશ થાય છે. ફિલ્મનું કાયમ માટે યાદ રહી જાય તેવું દ્રશ્ય, જેમાં પ્રસન્નચિત્ત ઇશાન (સુશાંત) સૂર્યાસ્ત સમયે ચાલી રહ્યો છે, તે ખુશ છે કે તેના આશ્રિત અલી હાશ્મીએ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. દિગ્દર્શક અભિષેક કપૂરે હેતુપૂર્વક ઇશાનના પાત્રના મોતનો નિર્ણય લીધો હતો, જે ફિલ્મ જેના પર આધારિત છે, તે ચેતન ભગતના પુસ્તક ‘થ્રી મિસ્ટેક્સ ઓફ માય લાઇફ’ કરતાં જુદો હતો. અભિષેક કપૂર ફિલ્મના સૌથી લોકપ્રિય થયેલા પાત્રનો અંત દર્શાવીને ગોધરા હત્યા કાંડ અને ગુજરાતનાં રમખાણો સમયની પીડા તથા ક્રૂરતા બહાર લાવવા માંગતા હતા.
દિનેશ વિજન દ્વારા દિગ્દર્શિત ફિલ્મ રાબતા (2017)માં, તેનો એક અવતાર મૃત્યુ પામે છે, જ્યારે બીજા – શિવ કક્કડને યુવતી ડૂબી જવાથી બચાવી લે છે. ઉત્તરાખંડમાં 2013માં આવેલા પૂરની દુર્ઘટના પર આધારિત ફિલ્મ કેદારનાથ (2018)માં સુશાંત તીર્થાળુઓને પીઠ પર ઊંચકીને મંદિર સુધી પહોંચાડતા એક મુસ્લિમ યુવકનું પાત્ર ભજવે છે, જે મંદિરના પૂજારીની દીકરીના પ્રેમમાં પડે છે. પોતાની પ્રેમિકા તથા અન્યોના જીવ બચાવવા માટે તે હેલિકોપ્ટરમાં પોતાની જગ્યા બીજાને આપી દે છે. છેલ્લા દ્રશ્યમાં ધરતીના પેટાળમાં ગરકાવ થતાં પહેલાં તે પોતાના બંને હાથ પોતાના પ્રિય અભિનેતા શાહરૂખ ખાનની માફક પહોળા કરે છે. હવે, જ્યારે વાસ્તવિકતા આપણી નજર સામે તરવરી રહી છે, ત્યારે સુશાંતનું આ દ્રશ્ય જોવું ઘણું મુશ્કેલ છે.
અભિષેક ચૌબે દ્વારા દિગ્દર્શિત ડાકૂની સ્ટોરીલાઇન ધરાવતી ફિલ્મ સોનચિડિયા (2019)માં, તેનું પાત્ર લાખના એક હીરોને છાજે, તે રીતે મોતને સ્વીકારે છે. સુશાંતના મોત બાદ અભિષેક ચૌબેએ આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “ફિલ્મમાં લાખના વૈકલ્પિક જીવનનું વિઝન ધરાવે છે, તે ક્ષણે મારા દિમાગમાં તદ્દન અલગ અર્થ ધારણ કર્યો છે, તેણે તેનો પોતાનો જીવ લીધો છે.”
તેની છેલ્લી રિલીઝ થયેલી ફિલ્મ છિછોરેમાં તેનો પુત્ર જીવનથી હતાશ થઇ ગયો છે. ફિલ્મનો એક વિડિયો હવે વાઇરલ થયો છે, જેમાં સુશાંત એક પિતા તરીકે તેના પુત્રને કહે છેઃ ''હમારા રિઝલ્ટ નહીં ડિસાઇડ કરતા કી હમ લૂઝર હૈં કી નહીં, તુમારી કોશીશ ડિસાઇડ કરતી હૈ."