ચિત્તોડગઢના ચંદેરિયા વિસ્તારમાં બિરલા સિમેન્ટ ફેકટરીમાં હોપરમાં વિસ્ફોટ થવાથી અંદાજે 12 મજૂર ગંભીરે રીતે દાઝ્યા હતા. ફેક્ટરીના NCCW યૂનિટમાં મજૂરો કામ કરી રહ્યા હતા, તે દરમિયાન કોયલનું હોપર જામ થતાં કેટલાક મજૂરોએ ખોલવાનો પ્રયાસ કરતા હતા. આ દરમિયાન હોપરમાં અચાનક આગ લાગી હતી. જેમાં અંદાજે 12થી વધુ મજૂરો દાઝ્યા હતા. આ ઘટના બાદ અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો.
ચિત્તોડગઢમાં બિરલા સિમેન્ટ ફેકટરીમાં વિસ્ફોટ , 12 ગંભીર રીતે દાઝ્યા - latestrajasthannews
રાજસ્થાન : ચિત્તોડગઢના ચંદેરિયા વિસ્તારમાં સિમેન્ટ ફેક્ટરીમાં હોપર ફાટવાથી અંદાજે 12થી વધુ મજૂર દાઝ્યા છે. ગંભીર રીતે ઘાયલ મજૂરોને અમદાવાદ તેમજ નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
etv bharat
ગંભીર રીતે ઘાયલ મજૂરોને ઉદયપુર તેમજ અમદાવાદ ખસેડવામાં આવ્યાં છે. આ સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા કલેક્ટર સહિત અધિકારીઓ હોસ્પિટલ પહોચ્યાં હતા.