ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચિરાગ પાસવાને કહ્યું, બિહારમાં ભાજપનો વિજય એટલે વડાપ્રધાન મોદીનો વિજય - વડાપ્રધાન મોદીનો વિજય

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામ પર એલજેપી અધ્યક્ષ ચિરાગ પાસવાને કહ્યું કે, બિહારમાં એનડીએનો વિજયએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય છે. નીતિશ કુમારનું નામ લીધા વગર ચિરાગે કહ્યું કે, અહીં કેટલાક લોકો એવા છે કે જેમણે સત્તામાં 15 વર્ષ પછી પણ ત્રણ સાથીઓનો સહારો લેવો પડશે.

ચિરાગ પાસવાન
ચિરાગ પાસવાન

By

Published : Nov 11, 2020, 8:59 AM IST

  • બિહારમાં ભાજપનો ભવ્ય વિજય
  • ચિરાગ પાસવાનનું નિવેદન
  • ચિરાગ પાસવાન કહ્યું બિહારમાં વડાપ્રધાન મોદીનો વિજય

પટના: લોક જનશક્તિ પાર્ટીના પ્રમુખ ચિરાગ પાસવાને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએની જીતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જીત ગણાવી છે.ચિરાગે ટ્વિટ કર્યું કે, બિહારની જનતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વિશ્વાસ રાખ્યો છે. જે પરિણામો આવ્યા છે. તેના પરથી સ્પષ્ટ થાય છે કે, ભાજપ પ્રતિ લોકોમાં ઉત્સાહ છે. આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત છે.

ચિરાગ પાસવાનનું ટ્વિટ

અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, એલજેપીના તમામ ઉમેદવારોએ કોઈપણ ગઠબંધન વિના ચૂંટણી લડી હતી. પાર્ટીનો વોટ શેર વધ્યો છે. લોજપા આ ચૂંટણીમાં 'બિહાર ફર્સ્ટ બિહારી ફર્સ્ટ' ના સંકલ્પ સાથે ગઈ હતી. પાર્ટી દરેક જિલ્લામાં મજબુત થઈ છે. ભવિષ્યમાં પાર્ટીને તેના લાભો મળવાની ખાતરી છે.

લોજપા અધ્યક્ષે કહ્યું કે, 'મને પાર્ટી પર ગર્વ છે કે પાર્ટી સત્તા માટે નમી નથી. અમે લડ્યા હતા અને અમારી વાતો લોકો સામે રાખી હતી. પાર્ટીએ જનતાના પ્રેમથી આ ચૂંટણીમાં ઘણી શક્તિ મેળવી છે. બિહારની જનતાનો આભાર.

ચિરાગ પાસવાને એક અન્ય ટ્વિટમાં મુખ્યપ્રધાન નીતીશ કુમારનું નામ લીધા વગર તેમના પર નિશાન સાધ્યું

તેમણે લખ્યું, 'આટલા મુશ્કેલ સમયે પણ મારી હિંમત તૂટી નથી. બિહાર પર શાસન કરવા માટે મારે એકલા ચૂંટણી લડવાનું નક્કી કરવાનું હતું છતા પણ હું ગભરાયો નહીં. અહીં કેટલાક લોકો છે. જેમણે સત્તામાં રહેવાના 15 વર્ષ થઇ ગયા છે છતા પણ ત્રણ સાથીઓનો સહારો લેવો પડે છે. આપ સૌના આશીર્વાદથી બિહાર જીતશે અને નવો યુવા બિહાર બનશે.

ABOUT THE AUTHOR

...view details