ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીની સૈનિકોએ ભારતીય સરહદ તરફ આવવા કર્યો પ્રયાસ, હથિયાર સાથેના ફોટા વાયરલ

ભારતીય સેના જ્યાં તૈનાત હતી તે જગ્યા પર ચીની સૈનિકો નજીક આવવાની કોશિશ કરતા હતા. જેના હથિયાર સાથેના ફોટા વાયરલ થયાં છે. ચીની સૈન્ય દ્વારા આ શસ્ત્રોનો મોટા પાયે ઉપયોગ કરવાનો આ પ્રથમ સ્પષ્ટ પુરાવો છે. જે ફોટામાં જોઇ શકાઇ છે.

ચીની સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ નજીક આવવા કર્યો પ્રયાસ, હથિયાર સાથેના ફોટા જોવા મળ્યા
ચીની સૈનિકોએ ભારતીય પોસ્ટ તરફ નજીક આવવા કર્યો પ્રયાસ, હથિયાર સાથેના ફોટા જોવા મળ્યા

By

Published : Sep 9, 2020, 12:35 PM IST

નવી દિલ્લીઃ દક્ષિણ કિનારા પર ભારતીય સેના જ્યાં તૈનાત હતી. તે જગ્યા પર ચીની સૈનિકો નજીક આવવાની કોશિશ કરી રહ્યાં છે. તેવા ફોટા સામે આવ્યા હતાં. ચીને 15 જૂન જેવી જ એન્કાઉન્ટરની યોજના કરી તેવી જાણકારી મળી રહી છેે. જ્યારે ગલવાન ઘટીમાં ચીનના હિંસક જવાનો શહીદ થયા હતા, ત્યારે સાથે જ 20 ભારતીય જવાનોએ દેશ માટે કુરબાની આપી હતી.

ચીની સેન્ય દ્વારા આ શસ્ત્રોનો મોટા પાયે ઉપયોગ કરવાનો આ પ્રથમ સ્પષ્ટ પુરાવો છે. આ ફોટામાં દરેક ચીની સૈનિક હથિયાર સાથે જોવા મળી રહ્યાં છે. સોમવારે બંને દેશોની સૈનિકો રેચિન લા-રેજંગલા-મુખાપરી અને દક્ષિણ પેંગોંગમાં મગર હિલની વચ્ચે પેંગોંગ તળાવની દક્ષિણ કાંઠે ભારતના નિયંત્રણની મુખ્ય ટેકરીઓમાં શૂટિંગ રેન્જની અંદર હતી. જ્યારે ચીની સૈનિકો ભારતીય સૈનિકો પાસે પહોંચ્યા હતા, ત્યારે બૂમ પાડી અને શસ્ત્રો બતાવ્યા હતા. તે પછી ચીની સૈનિકોઓએ હવામાં ફાયરિંગ કર્યું હતું.

ચીની સૈનિકોઓ ભારતીય સ્થાનો નજીક જવાનો પ્રયાસ કર્યો હતો અને તેમાંથી કેટલાકે હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. ચીની સૈનિકોઓ છરીઓ અને ભાલા સાથે ફોટો સાથે જોવા મળી રહ્યાં છે. તેમની પાસે રાઇફલ પણ છે. ચીની સૈનિકો ભારતીય ચોકીની નજીક જવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આ સ્પષ્ટ છે કે, ભારતીય સૈનિકો સાથે ટકરાવાનો ઈરાદો છે. આ ઉશ્કેરણી છતાં ભારતીય સૈનિકો પોતાનો કબજો જાળવી રાખવામાં સફળ રહ્યા છે.

અગાઉ પણ 29 અને 31 ઓગસ્ટના રોજ ચીનના સૈનિકો દ્વારા ઉચાઇ પર સ્થિત પેંગોંગ જિલ્લા નજીક મોટી ઘટનાઓ બની હતી. ભારતે કહ્યું કે, ચીનીઓ પેંગોંગ જિલ્લાની દક્ષિણ કાંઠે નવા વિસ્તાર બદલવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે સરકારે કહ્યું કે, ભારત તૈયાર છે અને આ પ્રયત્નોને નિષ્ફળ કરવામાં સક્ષમ છે, જ્યારે ગલવાન ઘાટીમાં 15 જૂને હિંસક ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ થઇ હતો અને આ તણાવ ટોચ પર પહોંચ્યો હતો, જેમાં 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. ઘણા ચીની સૈનિકો પણ માર્યા ગયા હતા, પરંતુ તેણે તેનો ખુલાસો ક્યારેય કર્યો ન હતો.

ABOUT THE AUTHOR

...view details