ચીનના પ્રમુખ શિ જિંગપિગ 11 અને 12 તેમ બે દિવસીય ભારત પ્રવાસે આવી રહ્યાં છે, ત્યારે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ શી જિંગપિંગ વચ્ચે તમિલનાડુના મમલાપુરમ ખાતે મુલાકાત થશે. જ્યાં તેઓ એક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. કહેવામાં આવે છે કે મહાબલીપુરમ અને ચીન વચ્ચે 2000 વર્ષ જૂનો સંબંધ છે. આ કારણે ત્યાં બેઠક થઇ રહી હોવાનું માનવામાં આવે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ભારતની મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું વલણ બદલ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દે દ્વિપક્ષીય રીતે ઉકેલ લઇ આવવો જોઇએ. આ પહેલા ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ મુજબ ઉકેલ લઇ આવવાની વાત કરી હતી.