તિરુવન્નામલાઈ (TN): તામિલનાડુના તિરુવન્નામલાઇ શહેરની અન્નમલાઈ ટેકરીઓમાં કામચલાઉ ગુફામાં છુપાયેલા 35 વર્ષીય ચાઇનીઝ વ્યક્તિને શોધીને બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેમજ તપાસ કરતાં તેને COVID-19 નેગેટિવ આવ્યો હતો.
અન્નમલાઇ ગુફામાં છુપાયેલા ચીની વ્યક્તિને આઇસોલેશન વોર્ડમાં કરાયો દાખલ - લોકડાઉન ન્યૂઝ
યાંગ રુઇ નામનો 35 વર્ષનો ચાઇનીઝ વ્યક્તિ તમિલનાડુના તિરુવન્નામલાઈ શહેરમાં અન્નમલાઈ પર્વતોમાં ગુફામાં છુપાયો હતો. કારણ કે, તેને સ્થાનિક લોજ દ્વારા રહેવાની ના પાડવામાં આવી હતી. જે બાદમાં તેને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની મેડિકલ તપાસ કરતાં તેને કોરોના નેગેટીવ નીકળ્યો હતો.

મળતી માહિતી અનુસાર, તેનુ નામ યાંગ રુઇ છે, તે 20 જાન્યુઆરીએ અરુલમિગુ અરુણાચલેશ્વર મંદિરમાં પૂજા કરવા માટે તિરુવન્નામલાઈ આવ્યો હતો. પરંતુ સ્થાનિક લોજે તેમને રહેવાની ના પાડી દીધી હોવાથી તે ગુફામાં રહેતો હતો. આ વાતની જાણ થતાં વન અધિકારીઓએ તેને ઝડપીને તપાસ હાથ ધરી તેને હોસ્પિટલમાં લઈ ગયા હતા.
આ વિશે વાત કરતાં જિલ્લા કલેક્ટર કે.એસ.કાંડસામીએ જણાવ્યું હતું કે, રુઇને કોરોના નેગેટિવ છે એટલે ચિંતાની કોઈ વાત નથી. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે. હાલ તેને રમણા મહર્ષિ રંગમમલ હોસ્પિટલમાં ક્વોરેન્ટાઈન કરાયો છે.