અજમેરઃ કોરોના મહામારીના કારણે રેસ્ટોરન્ટના વ્યવસાયને ખૂબ ખરાબ અસર થઈ છે. ગ્રાહકો હજૂ પણ રેસ્ટોરન્ટમાં જઇને જમવાનું ટાળી રહ્યા છે. જેથી મોટાભાગની રેસ્ટોરન્ટ્સે હોમ ડિલિવરી શરૂ કરી છે. આ દરમિયાન ગલવાનમાં થયેલી ઘટના બાદ ચાઇનીઝ ભોજનના મળનારા ઓર્ડર પણ બંધ થઈ ગયા છે. આવી સ્થિતિમાં ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરાંમાંથી ચાઈનીઝ સામાન અને અન્ય ઉત્પાદનોને પણ હટાવી લીધું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકલ માટે વોકલની અસર રેસ્ટોરન્સમાં જોવા મળી રહી છે. ગલવાનમાં થયેલી ઘટનાની પણ રેસ્ટોરન્ટના વ્યવસાય પર અસર જોવા મળી રહી છે. ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ પોતાની રેસ્ટોરન્ટના શણગારમાં ચાઇનીઝ ઉત્પાદનોનો ઉપયોગ કર્યો હતો. અજમેરના ઈન્ડિયા મોટર ચોક સ્થિત રેસ્ટોરન્ટના માલિક કવલ પ્રકાશ કિશનનીએ તેની રેસ્ટોરન્ટનો દેખાવ ચીનની સુપર ફાસ્ટ ટ્રેન 'મેગલેવ' જેવો રાખ્યો હતો, પરંતુ ભારત-ચીનમાં બગડતા સંબંધોને કારણે તેણે રેસ્ટોરન્ટને ભારતીય ટ્રેન 'પેલેસ ઓન વ્હીલ' જેવી બનાવી દીધી છે.
લોકડાઉન અગાઉ ચીની ભોજનની ડિમાન્ડ રેસ્ટોરન્ટમાં હતી, પરંતુ કોરોનાને કારણે રેસ્ટોરન્ટ વ્યવસાય હવે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. જેથી આર્થિક પરિસ્થિતિમાંથી નીકળવા માટે ઘણા રેસ્ટોરન્ટ સંચાલકોએ હોમ ડિલિવરી શરૂ કરી દીધી છે.