નવી દિલ્હી: ભારતના રક્ષાપ્રધાન રાજનાથ સિંહ અને ચીનના રક્ષા પ્રધાન વેઇ રશિયાની રાજધાની મોસ્કોમાં એક બીજા સાથે મુલાકાત કરી શકે છે. બન્ને નેતા SOC વિદેશ પ્રધાનોની બેઠકમાં ભાગ લેવા હાજર થયા છે. ત્યારે સંભાવના દર્શાવામાં આવી રહી છે કે બન્ને પ્રધાનો ભારત-ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે ચર્ચા કરી શકે છે.
રાજનાથ સિંહ અને ચીન વિદેેશ પ્રધાન SCO બેઠકમાં હશેે એકસાથે, તણાવ અંગે કરી શકે છે વાત - SCO meeting
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સરહદ વિવાદ વચ્ચે બન્ને દેશોમાં તણાવની સ્થિતિ સર્જાઇ છે. ત્યારે બન્ને દેશોના પ્રધાન આ અંગે ચર્ચા કરી શકે છે.
SOC
રાજનાથ અને વઇ હાલ રશિયાની રાજધાની મોસ્કોમાં છે, પરંતુ બંને વચ્ચે અનિશ્ચિતતા છે. ચીનના સંરક્ષણ પ્રધાન વેઇ ફેન્ગીએ શંઘાઇ સહકાર સંગઠન (SOC) ની મહત્વપૂર્ણ બેઠકમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સાથે મુલાકાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
જોકે, આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી.