ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ભારતમાં હજી જેના પર પ્રતિબંધ મૂકવામાં ન આવ્યો હોય તેવી ચાઇનિઝ એપ્સ - ભારતમાં હજી જેના પર પ્રતિબંધ મૂકવામાં ન આવ્યો હોય તેવી ચાઇનિઝ એપ્સ

મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં ચીનની 59 મોબાઇલ એપ્સનો સમાવેશ થાય છે. જોકે, હજી ઘણી લોકપ્રિય એપ્લિકેશન્સને આ યાદીમાંથી બાકાત રાખવામાં આવી છે, આ એપ્લિકેશન્સ નીચે મુજબ છે

a
ભારતમાં હજી જેના પર પ્રતિબંધ મૂકવામાં ન આવ્યો હોય તેવી ચાઇનિઝ એપ્સ

By

Published : Jun 30, 2020, 10:04 PM IST

PUBG મોબાઇલ

MV માસ્ટર

અલી એક્સપ્રેસ

ટર્બો VPN

ડુમોબાઇલ દ્વારા એપ લોક

રોઝ બઝ વી મીડીયા

360 સિક્યોરિટી

એપ લોક્સ

નોનો લાઇવ

ગેમ ઓફ સુલ્તાન્સ

માફિયા સિટી

બેટલ ઓફ એમ્પાયર્સ

અલબત્ત, આ એપ્સ ઉપર પ્રતિબંધ ન ફરમાવવા પાછળ ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે, જેમકે, બની શકે કે, તે સુરક્ષા મામલે અન્ય એપ્સ જેટલી જોખમી ન હોય, પકડાઇ ન શકતી હોય અથવા તો બસ યાદીમાંથી બાકાત રહી ગઇ હોય. એવું પણ બની શકે કે, આ પૈકીની કેટલીક એપ્સ ત્યારે સમીક્ષા હેઠળ હોય અને ભવિષ્યમાં તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે.

ભારતમાં PUBG પર પ્રતિબંધ શા માટે નથી મૂકવામાં આવ્યો? સંભવિત કારણો

એવી ધારણા છે કે, ગુપ્તચર સંસ્થાઓએ પબજીની પણ ચકાસણી કરી હોવી જોઇએ, પરંતુ વહીવટી તંત્રને તેનાથી સલામતી સામે કોઇ જોખમ ન જણાતાં તેને યાદીમાં સામેલ ન કરવામાં આવી હોય, તેવું બની શકે છે. પબજીને પ્રતિબંધિત એપ્લિકેશન્સની યાદીમાં સામેલ ન કરવા પાછળનું અન્ય એક કારણ એ છે કે, તે સંપૂર્ણપણે ચાઇનિઝ નથી. આ ગેમનું સર્જન તથા તેનું સંચાલન બ્લ્યુહોલ દ્વારા કરવામાં આવે છે, જે દક્ષિણ કોરિયાનું ઓર્ગેનાઇઝેશન છે. પબજી લોકપ્રિય થઇ, ત્યાર બાદ ટેન્સન્ટ નામના ચાઇનિઝ ગ્રૂપે ચીનમાં ઉત્પાદનનું વેચાણ કરવા માટે બ્લ્યુહોલ સાથે હાથ મીલાવ્યા અને ત્યારથી તે આ ગેમના વિતરણના બહોળા ભાગને સંભાળે છે. ભારતમાં આ ગેમનું વિતરણ ટેન્સન્ટ હોલ્ડિંગ્ઝ દ્વારા કરવામાં આવે છે. નિઃશંકપણે, એ તથ્યને નકારી ન શકાય કે આ ગેમ ચાઇનિઝ લિંક ધરાવે છે, પરંતુ તેની મિશ્રિત માલિકીએ ભારતમાં સરકાર દ્વારા આ એપ પર પ્રતિબંધ મૂકવા વિરૂદ્ધનો નિર્ણય લેવામાં ભૂમિકા ભજવી હોય તેમ જણાય છે.

ફોનમાં ઇન્સ્ટોલ થઇ ચૂકી હોય તે એપ્સનું શું થશે?

ગૂગલ (એન્ડ્રોઇડ) અને એપલને સરકારી આદેશની નકલો મળે, તે સાથે જ પ્રતિબંધિત 59 એપ્સ ગૂગલ પ્લે સ્ટોર તથા iOS એપ સ્ટોરમાંથી દૂર કરી દેવાશે. સરકારી અધિકારીઓ આ એપ્સ પરનો તમામ ડેટા ટ્રાફિક બ્લોક કરી દેવા માટે ઇન્ડિયન સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) તથા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ (TSPs) સાથે વાટાઘાટ કરી રહ્યા છે. તેનો અર્થ એ કે, એક વખત પ્રક્રિયા પૂરી થતાં આ એપ્સ કામ કરતી બાય ડિફોલ્ટ બંધ થઇ જશે.

જો યુઝર પાસે Xiaomi સ્માર્ટફોન હશે, તો શું થશે?

હા, સરકારે Mi કમ્યુનિટી અને Mi વિડિયો કોલ જેવી કેટલીક અગાઉથી ઇન્સ્ટોલ થયેલી Mi (Xiaomi) એપ્સ પર પ્રતિબંધ ફરમાવી દીધો છે. જોકે, Mi યુઝર્સે હાલના તબક્કે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તેમની ફોન સેવા અને જરૂરી એપ્સ કાર્યરત રહેશે.

મોબાઇલ એપ માર્કેટમાં ચાઇનિઝ એપ્લિકેશન્સના અતિક્રમણમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારે વધારો નોંધાયો છે. મોબાઇલ એપ ડાઉનલોડના કિસ્સામાં, 2017માં ટોચની 100 એપ્સની યાદીમાં ચીનની માત્ર 18 એપ્સ હતી, જ્યારે 2018માં ટોપ 100ની યાદીમાં ચાઇનિઝ એપ્સની સંખ્યા વધીને 44 થઇ ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details