લદ્દાખ: પૂર્વી લદ્દાખમાં સરહદ પરના તણાવને સમાપ્ત કરવા માટે લશ્કરી અને રાજદ્વારી કક્ષાની ચર્ચાઓ વચ્ચે ચીનની વધુ એક નાપાક હરકત સામે આવી છે. LAC પાસે ગલવાન ઘાટીમાં ગત 15 અને 16 જૂનની રાત્રે થયેલી અથડામણમાં ભારતીય સેનાએ ચીનની માળખાકિય સુવિધા પોસ્ટ દૂર કરી હતી ત્યાં જ ચીને ફરીવાર સર્વેલન્સ પોસ્ટ બનાવી હોવાના સમાચાર મળી રહ્યાં છે.
- ભારતીય સેનાએ જ્યાંથી ચીનની માળખાકિય સુવિધા પોસ્ટ દૂર કરી હતી ત્યાં જ ચીને ફરીવાર બનાવી સર્વેલન્સ પોસ્ટ
- ભારતીય પેટ્રોલિંગ પાર્ટીને અટકાવી રહી છે ચીની સેના, પેંગોંગ જીલ પાસે ચીને મોટી સંખ્યામાં હથિયાર જમા કર્યા
- ફ્રંટ પોસ્ટ પર પહોંચ્યા જનરલ નરવાને, સૈનિકોને કહ્યું દ્રઢ મનોબળ કોઈપણ સ્થિતિ માટે તૈયાર રહો