નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ અંગે વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને પક્ષ સરહદ વિવાદને ઉકેલવા અને તણાવ ઘટાડવા માટે એકબીજા સાથે વાત કરી રહ્યા છે.
વીડિયો કોન્ફરન્સ દ્વારા 23 જૂને યોજાનારી ભારત, ચીન અને રશિયા વચ્ચેની આરઆઈસી બેઠક અંગે, વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત આ બેઠકમાં જોડાશે. આ પહેલી મીટિંગ છે.
આરઆઈસી કૉન્ફરન્સ યોજાશે કે નહીં તે અંગે અનિશ્ચિતતા વચ્ચે તેમનું આ નિવેદન આવ્યું છે. વિદેશ પ્રધાન એસ જયશંકર અને ચીન અને રશિયાના વિદેશ પ્રધાનો તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે.