નવી દિલ્હી : રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચીનના દાવાઓનો સમર્થન કરી રહ્યા છે. આપણી સેનાની સાથે તેઓ ક્યારે ઉભા થશે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું કે, 'ચીને અમારી જમીન લીધી છે. ભારત તેને પાછું મેળવવા માટે ચર્ચા કરી રહ્યો છે. ચીન કહી રહ્યું છે કે, આ ભારતની ભૂમિ નથી....તો વડા પ્રધાને જાહેરમાં ચીનના દાવાને સમર્થન આપ્યું છે. વડાપ્રધાન શા માટે ચીનનું સમર્થન કરી રહ્યા છે અને ભારતીય સૈનિકોનો સમર્થન શા માટે નથી કરી રહ્યાં?
ગયા અઠવાડિયે લદ્દાખની ગલવાન ખીણમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે હિંસક અથડામણ થઇ હતી. જે બાદ આ સ્થિતિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસે કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની મહત્વપૂર્ણ બેઠક બોલાવામાં આવી હતી. બેઠકમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અમારી જમીન પર ચીને કબ્જો કરી લીધો છે.
કોંગ્રેસે કહ્યું કે, ચીને અમારા ભાગમાં માળખું બનાવવાનું પ્રયાસ કર્યું છે. વડાપ્રધાનના શબ્દોથી ચીનને વધારે વેગ મળ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં કેન્દ્ર સરકારને 5 પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા.