ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનનું વલણ નરમ પડ્યું, કહ્યું- ભારતીય સરહદ પર સ્થિતિ નિયંત્રણમાં છે - china softens stand on border stand

ચીને બુધવારે કહ્યું હતું કે, ભારતની સરહદ પર સ્થિતિ સંપૂર્ણ નિયંત્રિત છે. વાતચીત દ્વારા મુદ્દાઓને ઉકેલવા માટે બંને દેશો પાસે યોગ્ય પદ્ધતિ અને સંદેશાવ્યવહાર ચેનલો છે. એલએસી પર ભારત અને ચીની સૈન્ય વચ્ચે ચાલી રહેલા અવરોધ મુદ્દે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જાણકારી આપી હતી.

china-softens-stand-on-border-stand-off-with-india
ભારતીય સરહદ પર સ્થિતિ નિયંત્રણ હેઠળઃ ચીન

By

Published : May 27, 2020, 5:36 PM IST

Updated : May 27, 2020, 7:51 PM IST

બીજિંગઃ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, સરહદ સંબંધિત મુદ્દાઓ પર ચીનનું વલણ સ્પષ્ટ અને સુસંગત છે. તેમણે કહ્યું, "અમે બંને નેતાઓ વચ્ચેના મહત્વના કરાર અને બંને દેશો વચ્ચેના કરારનું પાલન કરી રહ્યાં છીએ."

ઝાઓએ કહ્યું કે, અમે અમારી સલામતીનું રક્ષણ કરવા અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતાની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છીએ. હવે ચીન-ભારત સરહદ વિસ્તારની સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે.

લદાખ અને ઉત્તર સિક્કિમમાં ભારત અને ચીનની સેના સક્રિય છે. આ બંને દેશોના સૈન્ય વચ્ચે સંઘર્ષના બે અઠવાડિયા પછી પણ તણાવ જોવા મળી રહ્યો છે.

Last Updated : May 27, 2020, 7:51 PM IST

ABOUT THE AUTHOR

...view details