નવી દિલ્હીઃ ભારત અને ચીનના કમાન્ડર સ્તરીય ચર્ચા થઈ હતી. જેમાં સીમા વિવાદના શાંતિપૂર્ણ સમાધાન કરવા સહમતિ સાધી હતી. જો કે, આ દરમિયાન ચીની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા નજીક હેલીકોપ્ટરોની ગતિવિધિમાં વધારો કર્યો છે.
છેલ્લા 7-8 દિવસોથી LACમાં ચીની હેલીકોપ્ટરોની ગતિવિધિમાં વધી ગઈ છે. સુત્રોના જણાવ્યા મુજબ આ હેલીકોપ્ટર ચીની સેના જવાનોને મદદ કરવા માટે આ ગતિવિધિ કરવામાં આવી રહી હોય તેવું અનુમાન છે. આ ચીની ચોપર્સમાં MI-17 અને સ્થાનિક મધ્યમ લિફ્ટ હેલીકોપ્ટર સામેલ છે. છેલ્લા કેટલાક મહિનાઓથી પૂર્વ લદ્દાખ સેક્ટરમાં ચીનના હેલીકોપ્ટર મોટી સંખ્યામાં ભારતીય સીમા પર ઉડાન ભરી રહ્યા છે. જેમાં ગલવાન વિસ્તારનો પણ સમાવેશ થાય છે. ચીની સેના પોતાના હેલીકોપ્ટર મારફતે હવાઈ સીમાનું ઉલ્લંઘન કરી રહી છે. તેમજ LAC પર ચીની સેના ઘુષણખોરી કરે છે.