વડાપ્રધાન મોદીએ મામલ્લપુરમમાં જિનપિંગને અર્જુન તપસ્યાના સ્થળ અને તટ મંદિરના દર્શન કરાવ્યા અને આ સ્થળોનું મહત્વ પણ સમજાવ્યું હતું. બાદમાં બંનેએ પંચ રથ સ્થળ પર નારિયેળ પાણી પીધું હતું. તેમજ બંનેએ સાથે રાતનું ભોજન કર્યુ હતું.
મહાબલીપુરમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ બાદ મોદીએ જિનપિંગને ડિનર કરાવ્યું હતું. જિનપિંગને ડિનરમાં પારંપરિક દક્ષિણ ભારતીય વાનગીઓ પીરસવામાં આવી હતી. તેમાં અર્ચુ વિટ્ટા સાંભર, થક્કાલી રસમ, કડાલાઈ કોરમા અને હલવો હતા.
પીએમ મોદીએ શી જિનપિંગને વિશેષ સ્વરૂપે બે ખાસ ભેટ આપી હતી. એક ડાન્સિંગ સરસ્વતીનું તંજાવુર પેઈન્ટિંગ અને બીજુ બ્રાંચેડ અન્નમ લૈંપ એમ બે વસ્તુ ભેટમાં આપી છે. આ બંનેની સુંદરતા અને વિશેષતાો તેમને ખાસ કિંમતી બનાવે છે.
ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ આજે ભારતના પ્રવાસે છે. શી જિંનપિંગ સાંજે 5 વાગે મામલ્લાપુર પહોંચ્યા હતા. જયાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બીજી વખત અનઔપચારિક બેઠક થઈ રહી છે. આ બેઠકમાં આતંકવાદ, ટેરર ફંડિંગ, સહકાર અને સોર્સિંગ પર વાતચીત થઈ શકે છે.
કાશ્મીર મુદ્દાને લઈ સંબંધોમાં આવેલી સહજતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિંનપિંગ આતંકવાદ સામે લડવા સહિત વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરશે. તમિલનાડુના મામલ્લાપુરમાં બંને વચ્ચે બીજી અનૌપચારિક બેઠક યોજાશે.
કાશ્મીર મુદ્દે ચીને ધ્યાન આપ્યું
ભારત અને ચીન દ્વારા શી જિંનપિંગના ભારત પ્રવાસની ઘોષણા બાદ ચીની સરકારી મીડિયાએ જણાવ્યું હતું કે શી એ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન સાથે બેઠક કરી હતી. જેમાં શી એ કહ્યું હતું કે, કાશ્મીરની સ્થિતિ પર ચીન પુરૂ ધ્યાન આપી રહ્યું છે, તથ્ય સ્પષ્ટ છે.