ન્યૂઝ ડેસ્ક: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સહકારની સમાન પરિકલ્પના અને સૈન્યના પરસ્પર માલસામાન પરિવહનની સહાયની વ્યવસ્થા બંને સઘન વ્યૂહાત્મક ભાગીદારોની ભારત-પ્રશાંત રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી આભાસી શિખરના પગલે સંયુક્ત નિવેદનની સાથે જે દસ્તાવેજ જાહેર કરાયો તેમાં 'ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહનના વચન'નો પુનરોચ્ચાર છે.
ન્યૂઝ ડેસ્ક: ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે દરિયાઈ સહકારની સમાન પરિકલ્પના અને સૈન્યના પરસ્પર માલસામાન પરિવહનની સહાયની વ્યવસ્થા બંને સઘન વ્યૂહાત્મક ભાગીદારોની ભારત-પ્રશાંત રણનીતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વડાપ્રધાનો નરેન્દ્ર મોદી અને સ્કૉટ મૉરિસન વચ્ચે ગુરુવારે પહેલી આભાસી શિખરના પગલે સંયુક્ત નિવેદનની સાથે જે દસ્તાવેજ જાહેર કરાયો તેમાં 'ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા, સ્થિરતા અને સમૃદ્ધિને પ્રોત્સાહનના વચન'નો પુનરોચ્ચાર છે.
"ભારત-પ્રશાંત ક્ષેત્રના 2 ચાવીરૂપ દેશો તરીકે ભારત અને ઑસ્ટ્રેલિયાને મુક્ત, ખુલ્લા, સમાવેશક અને નિયમો આધારિત ભારત-પ્રશાંત ક્ષેત્રમાં સ્થાયી રસ છે. તેમને ભારત-પ્રશાંત ક્ષેત્રમાં પરિવહન અને પરિવહનની મુક્તતા સુનિશ્ચિત કરવામાં તેમજ પરિવહન તેમજ સંદેશાવ્યવહાર માટે મુક્ત, સુરક્ષિત અને અસરકારક દરિયાઈ માર્ગો જાળવવામાં સમાન રસ છે." તેમ પરિકલ્પના (વિઝન) દસ્તાવેજમાં કહેવાયું છે.
દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનના અતિક્રમણ અને હિન્દ મહાસાગર ક્ષેત્ર તેમજ પ્રશાંતમાં વધી રહેલા પગપેસારાને ધ્યાનમાં રાખીને બંને દેશો સૈન્યના માલસામાનના પરિવહન વહેંચવાની વ્યવસ્થાને અંતિમ ઓપ આપવા અંતે સક્ષમ બન્યા હતા. આ વ્યવસ્થાથી બંને દેશોનાં સંરક્ષણ દળો તેમનો સહકાર ગાઢ બનાવવા દેશે. છેલ્લાં 6 વર્ષમાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ મુખ્ય દ્વિપક્ષીય દરિયાઈ અભ્યાસ ઑસિન્ડેક્સ (AUSINDEX) સહિત સૈન્ય અભ્યાસની સંખ્યા ચાર ગણી કરી છે.
"બંને દેશો તેમના પરસ્પર સૈન્ય માલસામાન પરિવહન સહાય (MLSA)ને સંબંધિત તેમની વ્યવસ્થા દ્વારા સંરક્ષણ અભ્યાસ દ્વારા સૈન્ય આંતર સંચાલનક્ષમતાને વધારવા સંમત થયા છે." તેમ ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે સઘન રણનીતિત્મક ભાગીદારી પર સંયુક્ત નિવેદનમાં કહેવાયું હતું.
"સંબંધોને સઘન વ્યૂહાત્મક ભાગીદારી સુધી ઉન્નત કરવાથી તમને વિશેષ સંબંધો મળે છે. જ્યારે MLSA સંરક્ષણ સહકાર તેમજ ચતુષ્કોણને મજબૂત કરવાની ઈચ્છામાં કેટલીક તાકાત ઉમેરે છે, આપણી પાસે પછી ચતુષ્કોણના દરેક સભ્યો (જાપાન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા) સાથે આ વ્યવસ્થા થશે. 2+2 મંત્રણાને દર 2 વર્ષે થઈ શકે તેવી વિદેશ અને સંરક્ષણ પ્રધાનોના સ્તર સુધી ઉન્નત કરી શકાય. આ ભારત-ઑસ્ટ્રેલિયા સંરક્ષણ સહકારને વધુ સાર્થક કરવાની ઈચ્છાનો ભાગ પણ છે." તેમ ઑસ્ટ્રેલિયામાં ભારતના પૂર્વ ઉચ્ચ આયુક્ત નવદીપ સૂરીએ કહ્યું હતું.
તેમના ઑસ્ટ્રેલિયામાં કાર્યકાળ દરમિયાન બંને દેશોએ વર્ષ 2016માં વધુ દરિયાઈ કાર્યક્ષેત્ર અને જાગૃતિની દિશામાં એક શ્વેત જહાજ પરિવહન પર પ્રથમ હસ્તાક્ષર કર્યા હતા.
MLSAથી બંને દેશોને સૈન્ય કર્મચારીઓ માટે ઈંધણ પૂરું પાડવું અને ભોજન અને પાણી સાથે જળપાન કરવા સહિત સૈન્ય પરિવહન સહાય માટે એકબીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવાની છૂટ મળશે. આ વ્યવસ્થામાં દ્વિપક્ષીય યુદ્ધ અભ્યાસ કરતી વખતે ભારતીય નૌકા દળ અને રોયલ ઑસ્ટ્રેલિયન નેવી વચ્ચે આંતર સંચાલન ક્ષમતા અને પરસ્પર સહકારને વધારવા માગણી ઈચ્છા વ્યક્ત કરાઈ છે.
"ઑસ્ટ્રેલિયા અને ભારત હિન્દ મહાસાગરના પડોશીઓ છે અને આ સમજૂતી આપણા નૌકા દળ અને તટ રક્ષકોની ગુપ્ત માહિતી એકબીજાને આપવા, પ્રશિક્ષણ લેવા અને એક સાથે સંચાલન કરવાની ક્ષમતાને મજબૂત કરે છે. આપણી પાસે હિન્દ મહાસાગરના નિરીક્ષણનું વિગતવાર ચિત્ર હશે અને ગેરકાયદે માછીમારીથી માંડીને નૌકા દળની હિલચાલ સુધી દરેક માહિતીનું આદાનપ્રદાન કરી શકાશે." તેમ ઑસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીની નેશનલ સિક્યોરિટી કૉલેજના પ્રાધ્યાપક અને વડા તેમજ 'કન્ટેસ્ટ ફૉર ધ ઇન્ડૉ પેસિફિક'ના લેખક રોરી મેડક્લાફનું કહેવું છે.