ચીન અને અમેરિકા વચ્ચે યોજાઇ રહેલા વેપાર યુદ્ધમાં રેઅર અર્થ ધાતુઓનો નવા હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે. ચીનની સરકારી મીડિયાના અહેવાલ પ્રમાણે સ્માર્ટફોનથી લઇને સૈન્ય હાર્ડવેર સુધી તમામ હથિયાર બનાવવામાં ધાતુનો ઉપયોગ થાય છે. જ્યારે અમેરિકાએ હુવાઇએ કંપની પર લગાવેલા પ્રતિબંધને કારણે કંપની દ્વારા અમેરિકાની કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
ચીને અર્થ ધાતુઓના સપ્લાય પર પ્રતિબંધનો આપ્યો સંકેત
બેઈન્જિંગ- ચીન અને અમેરિકા વચ્ચે શાબ્દિક યુધ્ધ થઇ રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની હુવાઇએ કંપની પર પ્રતિબંધ જાહેર કર્યો હતો, ત્યારબાદ ફરી 90 દિવસ માટે પ્રતિબંધ હટાવાયો હતો. હવે ચીને પણ અમેરિકા પર પ્રહાર કર્યા છે. ચીનની ડ્રેગન કંપનીએ અમેરિકામાં અર્થ ધાતુઓની સપ્લાય પર પ્રતિબંધ મુકવાના સંકેત આપ્યા બાદ ફરીથી ચીન અને અમેરિકા વચ્ચેના વેપારી સબંધોમાં ગરમાવો આવ્યો છે.
ફાઇલ ફોટો
વર્તમાન સમયમાં અમેરિકામાં હુઆવેઇ કંપનીની પ્રોડક્ટ અમેરિકામાં કોઇ ખરીદવા તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, ચીનના રેયર અર્થ ધાતુઓ વિશ્વિક ઉત્પાદનમાં 95 ટકા હિસ્સો ધરાવે છે. અમેરિકામાં ચીન 80 ટકા જેટલા ધાતુની નિકાસ કરે છે. આ ધાતુઓનો ઉપયોગ સ્માર્ટફોન તથા TV ઉપરાંત કેમેરા અને લાઇટના બલ્બ બનાવવામાં થાય છે.