બેઇજિંગ: ચીનમાં ભારતીય રાજદૂત વિક્રમ મિશ્રીએ જણાવ્યું હતું કે, રેપિડ એન્ટિબોડી ટેસ્ટ અને આરએનએ એક્સ્ટ્રેક્શન કીટ સહિત 6 લાખ 50 હજાર કીટ ચીનના ગુઆંગઝુ એરપોર્ટથી ભારત મોકલવામાં આવી છે.
ઝડપી એન્ટિબોડી રક્ત પરિક્ષણમાં, દર્દીના લોહીના નમૂના લેવામાં આવે છે. તેનું પરિણામ 15 થી 20 મિનિટમાં આવે છે. આ ટેસ્ટથી જાણવા મળે છે કે, શું એન્ટિબોડીઝ શંકાસ્પદ દર્દીના લોહીમાં કોરોના વાઈરસ સામે લડવાનું કામ કરી રહી છે કે નહીં.