ગુજરાત

gujarat

ETV Bharat / bharat

લિપુલેખ બોર્ડર પાસે ચીને તૈનાત કર્યા સૈનિક, ભારતે પણ વધારી સુરક્ષા

લદ્દાખ બાદ ચીને હવે ઉત્તરાખંડમાં લિપુલેખ બોર્ડર નજીક PLAની બટાલિયનના એક હજાર જવાનો તૈનાત કર્યા છે. જે કારણે ભારતે પણ સેનાની સંખ્યાબળમાં વધારો કર્યો છે.

લિપુલેક બોર્ડર
લિપુલેક બોર્ડર

By

Published : Aug 2, 2020, 5:27 PM IST

ઉત્તરાખંડ: લદ્દાખ બાદ હવે ચીની સેનાએ ઉત્તરાખંડની લિપુલેખ બોર્ડર પર મોરચો ખોલ્યો છે. મળતી માહિતી મુજબ ચીને લિપુલેખ બોર્ડર નજીક PLAની બટાલિયન તૈનાત કરી છે, જેમાં એક હજાર જવાનો છે. જે કારણે ભારતે પણ ચીન જેટલા જ સેના જવાનો તૈનાત કર્યા છે.

ભારત માટે આ મોટી ચિંતાનો વિષય છે, કારણ કે લિપુલેખ બોર્ડર બાબતે ભારત અને નેપાળ વચ્ચે તણાવપૂર્ણ માહોલ છે. ભારતે હંમેશા લિપુલેખ પર પોતાનો દાવો રજૂ કર્યો છે, જ્યારે નેપાળ પણ આ પ્રદેશ પોતાનો હોવાનો દાવો કરી રહ્યું છે. જે બાદ નેપાળે તેના રાજકીય નકશામાં ભારતીય વિસ્તાર લિપુલેખ, લિમ્પીયાધુરા અને કાળાપાણીનો સમાવેશ કર્યો છે. પીપલ્સ લિબરેશન આર્મીના એક હજાર જવાનોને લીપુલેખ પાસે તૈનાત કરવામાં આવ્યા છે. ચીનની વિસ્તારવાદી નિતિને ધ્યાનમાં રાખીને ભારતે પણ એક હજાર જવાનોને લીપુલેખ બોર્ડર પર તૈનાત કર્યા છે.

ભારતીય સેના કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા તૈયાર છે. લિપુલેખ બાબતે ભારત અને નેપાળ વચ્ચે વિવાદ છે. ચીનના કહેવાથી નેપાળે ભારતના લિપુલેખ પર પોતાનો દાવો કર્યો છે. આ સમયે લિપુલેખ પાસે ચીની સેનાએ જવાનો તૈનાત કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, લિપુલેખ અંગે ભારત-નેપાળમાં એક નવો વિવાદ સર્જાયો હતો. જ્યારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લિપુલેકને જોડતા 80 કિલોમીટર લાંબા માર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જે બાદ નેપાળએ એમ કહીને વિરોધ કર્યો કે, આ રસ્તો તેમના વિસ્તારમાં જ રહે છે. નેપાળની સંસદમાં નેપાળના નક્શામાં લિપુલેક, કાળાપાણી અને લિમ્પીયાધુરાનો સમાવેશ કરીને બંધારણ સુધારો કાયદો પસાર કર્યો.

આ નકશામાં સમાવિષ્ટ થયા બાદ ભારત અને નેપાળ વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. એવું માનવામાં આવે છે કે, ચીનના ઇશારે નેપાળ ભારતીય પ્રદેશો પર પોતાનો દાવો કરી રહ્યો છે. જ્યારે ચીને લિપુલેક સરહદ પર સેનાની ગતિવિધિમાં વધારો કરીને તેની વિસ્તારવાદી નિતિનો અણસાર આપ્યો છે.

ABOUT THE AUTHOR

...view details