ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ચીનમાં કોરોના વાયરસનો કેર યથાવત, મૃત્યુઆંક 300ને પાર - કોરોના વાયરસ

ભારતનું વિમાન આજે ભારતીયોને લઇ ચીનથી ભારત પરત ફર્યું છે, ત્યારે ચીનમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 300થી વધુ લોકોના મોત થયાં છે, તો 14 હજાર લોકો પ્રભાવિત થયા છે. ચીન સિવાય વિશ્વમાં 20 દેશમોમાં પણ આ રોગથી લોકોમાં ભય સર્જાયો છે.

ચીનમાં કોરોના વાયરસનો ભય યથાવત, મૃત્યુ પામનારનો આંક વધીને 300 થયો
ચીનમાં કોરોના વાયરસનો ભય યથાવત, મૃત્યુ પામનારનો આંક વધીને 300 થયો

By

Published : Feb 2, 2020, 9:09 AM IST


નવી દિલ્હી /બીજિંગ: ચીનના વુહાન શહેરમાં ઉત્પન્ન થયેલા આ કોરોના વાયરસ સત્તત વધી રહ્યો છે. આ વચ્ચે ચીનમાં 300થી પણ વધુ લોકોના મોત થઈ ગયા છે. ચીની સરકાર મુજબ, વાયરસના સંક્રમણથી લગભગ 14 હજાર લોકો પીડિત છે, ત્યારે ભારતનું એક વિમાન ચીનથી ભારતીઓને લઇ દિલ્હી પરત ફર્યું છે.

ઉલ્લેખનીય છે કે, આ આગાઉ એરઇન્ડિયાનું એક વિમાન 324 યાત્રિકોને ચીનથી ભારત પરત લાવ્યું હતું, ત્યારે કોરોના વાયરસના કારણે ચીનમાં એક વ્યકિતનું મોત અચાનક રોડ પર જ થઈ ગયું હતું. ચીન સરકાર આ વાયરસનો સામનો કરવા નવા નવા ઉપાયો કરી રહી છે. ચીની રાજદૂતે ભારતથી કહ્યું કે, હવે પરિસ્થિતી નિયંત્રણમાં છે. ભાકત, શ્રીલંકા, દક્ષિણ કોરિયા સહિત 20 દેશમોમાં સંક્રમિત લોકોની પુષ્ટિ થઇ છે. તમામ દેશ પોતાના લોકોને ચીનથી પરત લાવી રહ્યાં છે.

ચીન ફરી એકવાર દુનિયાને નવો 'વાયરસ' અને રોગચાળો ભેટમાં આપ્યો છે. ૨૦૦૨માં 'સાર્સ' નામના વાયરસના કારણે વિશ્વ આખામાં દહેશત હતી. આ વખતે સાર્સનાં પિતરાઈ ભાઈ જેવો નવો કોરોના વાયરસ મનુષ્ય પ્રજાતિ સામે યુધ્ધ છેડી રહ્યો છે. કોરોના વાયરસ મુખ્યત્વે ચીનમાં વુહાન પ્રાંતમાં જોવા મળ્યો છે, પરંતુ વાયરસને લગતી બીમારીના દક્ષિણ કોરિયા, જાપાન, તાઈવાન, થાઈલેન્ડ, મકાઉ, હોંગકોંગ, સિંગાપોર, વિયેતનામ, ફ્રાન્સ અને અમેરિકામાં જોવા મળ્યાં છે.

ચીનમાંથી ભારતીય નાગરિકો પરત ફર્યા બાદ તેમની ડૉક્ટર્સની ખાસ દેખરેખ હેઠળ ચકાસણી કરવામાં આવી રહી છે. ચીનના વુહાનમાંથી કુલ 324 ભારતીય નાગરિકો પરત ફર્યા છે. જેમને આઇટીબીપીની છાવલા શિબિર અને હરિયાણાના માનેસરમાં ભારતીય સૈન્યની શિબિરમાં 14 દિવસ સુધી આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવશે.

આ અંગે આઇટીબીપીએ જણાવ્યું કે, 324 ભારતીયોમાંથી 103ને છાવલામાં મેડિકલ ઓબ્ઝર્વેશન માટે મોકલવામાં આવ્યાં છે. જ્યારે કે માનેસરમાં નાગરિકો માટે ખાસ વોર્ડ બનાવવામાં આવ્યો છે. આ વોર્ડમાં લગભગ 300 લોકોને રાખવાની સુવિધા છે. આ વોર્ડમાં ડૉક્ટર્સ અને કર્મચારીઓની એક નિષ્ણાંત ટીમ દ્વારા કેટલાક અઠવાડિયા સુધી તેમને દેખરેખ હેઠળ રાખવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details