ગરીબ વર્ગના બાળકો શિક્ષણ મેળવતાં થાય, શાળામાં આવતા થાય તેના ઉપાય સ્વરુપે મધ્યાહન ભોજન યોજના શરુ થઈ હતી. પ્રત્યેક બાળકને ગરમ, પૌષ્ટિક આહાર મળે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવાઈ છે. કરોડો રુપિયાની ગ્રાન્ટ વપરાય છે. પરંતુ, ભ્રષ્ટાચારીઓએ નાના ભુલકાઓના ભોજન પર પણ તરાપ મારી રહ્યા છે.
ઉત્તરપ્રદેશના મિર્જાપુર ગ્રામસભા હિનૌતાની સીયૂર પ્રાથમિક શાળાના દ્રશ્યો ગુસ્સો અને સંવેદના બંને પેદા કરે તેવા છે. આ શાળામાં અભ્યાસ કરતાં બાળકોને એક વર્ષથી મધ્યાહન ભોજનના નામે ક્યારેક મીઠુ અને રોટલી તો ક્યારેક મીઠુ અને ભાત જ ખવડાવાઈ છે. ગરીબ બાળકો ખાધુ ન ખાધુ કરી ભુખ્યા પેટે જ શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે.