દિલ્હીઃ કોરોનાના કારણે લાગું કરાયેલા લોકડાઉન દરમિયાન જરૂરિયાતમંદોને મદદ પહોંચાડવા માટે અનેક સંસ્થાઓ આગળ આવી હતી. તેમજ અનેક લોકોએ પણ પોતાનાથી બનતી મદદ કરી રહ્યાં હતા. જેમાંથી એક લોકપ્રિય અભિનેતા સોનુસૂદ પણ હતો.જેને અનેક પરપ્રાંતિય મજૂરોને તેમના ઘરે પહોંચાડવા માટેની ખાસ વ્યવસ્થા કરી હતી. અભિનેતાની આ વાતથી પ્રેરિત થઈને બે બાળકોએ પોતાનું પિગી બેન્ક તોડીને બચાવેલા પૈસા સોનુસૂદને આપવાનો નિર્ણય કર્યો છે.
પિગી બેન્ક તોડીને સોનુ સૂદને આપશે પૈસા
તિહાડ ગામના ભાઈ-બહેન કોરોના દરમિયાન સોનુ સૂદને લોકોની મદદ કરતાં જોઈને પ્રભાવિત થયેલા બાળકોએ પણ લોકો સુધી મદદ પહોંચાડવા માટે પોતાનું પિગી બેન્ક તોડી નાખ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાના બચાવેલા પૈસા સોનુસૂદને આપવાનું નક્કી કર્યુ હતું.