ગુજરાત

gujarat

ETV Bharat / bharat

CBSEની શહીદોને શ્રદ્ધાંજલિ, શહીદોના બાળકો 10-12ની પરીક્ષામાં જાતે પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે - પરીક્ષા કેન્દ્ર

દેશની રક્ષા કરતા પોતાની જાન આપનાર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે CBSE એ મહત્વનો નિર્ણય લીધો છે. જેથી શહીદોના બાળકોને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં પરીક્ષા કેન્દ્ર પસંદ કરવાની સુવિધા આપી છે. પુલવામા હુમલા બાદ CBSE દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSEની શહીદોને શ્રદ્ધાંજલિ, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જાતે પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે
CBSEની શહીદોને શ્રદ્ધાંજલિ, ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ જાતે પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

By

Published : Jan 27, 2020, 1:06 PM IST

નવી દિલ્હી: CBSE એ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના બાળકોને પોતાના મુજબ કેન્દ્ર પસંદ કરવાની રાહત આપી છે. જેને લઇ CBSEના પરીક્ષા નિયંત્રક ડો.સંયમ ભારદ્વાજે એક પરિપત્ર જાહેર કરી જણાવ્યું કે, જેમના પિતા દેશની રક્ષા કરતા શહીદ થયા છે. તેમને પરિક્ષામાં જરૂરી વ્યવસ્થા આપવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું કે, શહીદોના બાળકો પોતાની ઘર કે શહેરની પાસે પરીક્ષા કેન્દ્ર પંસદ કરી તેમને આપવામાં આવેલા કેન્દ્રથી બદલી શકશે. આ સિવાય જો તે બાળક કોઇ કારણોથી પરીક્ષા ન આપી શક્યું તો તે ફરીથી એપ્રિલમાં પરીક્ષા આપી શકે છે.

આ બાળકોને પોતાની શાળામાં 31 જાન્યુઆરી સુધી જણાવવું પડશે. તો આ સાથે જ જો બાળકો કોઇ અન્ય વિષયને પણ પરીક્ષામાં સામેલ કરવા માંગતા હોય તો તેઓને આ સુવિધા આપવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details