ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં બાળકોના મોત: ડિસેમ્બરમાં 105ના મોત, કેન્દ્રીય તપાસ ટીમ હોસ્પિટલ પહોંચી - Minister of Health

જયપુર: કેન્દ્ર સરકારની એક ટીમ શનિવારે રાજસ્થાનના કોટા સ્થિત જેકે લોન હોસ્પિટલ પહોંચી હતી. આ હોસ્પિટલમાં ડિસેમ્બર-2019માં 105 બાળકોના મોત થયા હતા. લોકસભાના સ્પીકર અને કોટાના સાંસદ ઓમ બિરલા પણ કોટા પહોંચ્યા છે. જેમણે પોતાના બાળકો ગુમાવ્યા છે એ પરિવાર સાથે તેમણે મુલાકત કરી હતી

Kota Death
રાજસ્થાનમાં બાળકોના મોત

By

Published : Jan 4, 2020, 2:52 PM IST

આ ઘટગના મામલે રાજકારણ પણ ખૂબ ગરમાયું છે. ભાજપ અને કોંગ્રેસ સામસામે આક્ષેપો કરી રહ્યાં છે. તો બહુજન સમાજ પાર્ટીના પ્રમુખે પ્રિયંકા ગાંધીના મૌન પર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ મામલે પાર્ટીના પ્રભારી અવિનાશ પાંડે પાસે રિપોર્ટ માગ્યો છે.

  • પ્રદેશ સ્વાસ્થ્ય પ્રધાનના સ્વાગતમાં કાર્પેટ બિછાવવામાં આવી

જે હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોના થયા ત્યાં શુક્રવારે રાજસ્થાનના સ્વાસ્થ્ય પ્રધાન રધુ શર્માના સ્વાગતમાં કાર્પેટ બિછાવવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી સહિત અન્ય પક્ષો દ્વારા તેની આલોચના કરાયા બાદ જેકે લોન હોસ્પિટલના તંત્ર દ્વારા પ્રધાનના આગમનના થોડા સમય પહેલા કાર્પેટ હટાવવામાં આવી હતી.

હોસ્પિટલમાં સ્વાગત સંબંધી તૈયારીઓ અંગે પૂછવામાં આવતા રાજસ્થાનના સ્વાસ્થ્ય પ્રધાન રઘુ શર્માએ જણાવ્યું કે, જ્યારે તેમને કાર્પેટ અંગે માહિતી મળી ત્યારે તેમણે અધિકારીએને આ પ્રકારની વસ્તુઓ નહીં મુકવા નિર્દેશ કર્યો હતો.

  • મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું- અમે રિપોર્ટ સોંપશું

કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, ગત વર્ષે 900થી વધુ બાળકોના મોત થવા છતાં રાજસ્થાન સરકાર ચેતી નહીં. મહિલા અને બાળ વિકાસ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, આ મામલો સ્વાસ્થ્ય મંત્રાલય સાથે જોડાયેલો છે અને રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ તેની રિપોર્ટ મંત્રાલયને સોંપશે.

  • ગત વર્ષે આ હોસ્પિટલમાં 963 બાળકોના મોત થયા હતા

રાજ્ય સત્તાવાળાઓએ આપેલા આંકડા મુજબ વર્ષ 2019માં જેકે લોન સરકારી હોસ્પિટલમાં 963 બાળકોનાં મોત થયા હતાં. જ્યારે આ અગાઉના વર્ષે મોતનો આંકડો 1000 ઉપર પહોંચી ગયો હતો.

રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે આ ઘટના અંગે જાતે નોંધ લીધી હતી. આયોગે રાજ્ય સરકારને આ અંગે નેટિસ ઈશ્યૂ કરી છે અને ચાર સપ્તાહમાં આ અંગે જવાબ આપવા જણાવવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details